- ગાંધી જયંતીના પ્રસંગે જૂનાગઢમાં યોજાયું ચિત્ર પ્રદર્શન
- જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવ્યું આયોજન
- બાળકો દ્વારા ગાંધીજીના અહિંસા અને નશાબંધી વિષય પર તૈયાર કર્યા ચિત્રો
જૂનાગઢ : ગાંધી જયંતિ(Mahatra Gandhi Jayanti) ના પાવન પર્વે જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ( Legal Services Authority Board) દ્વારા શહેરની ખાનગી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીના અહિંસા અને નશાબંધીના વિષયને લઈને ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. આ ચિત્ર પ્રદર્શનનું આજે શનિવારે જિલ્લા મુખ્ય ન્યાયાધીશ રીઝવાનાબેન બુખારીએ ઉદ્ઘાટન કરીને બાળકોએ નશાબંધી અને અહિંસા પર ચિત્રના માધ્યમથી જે સંદેશો રજૂ કર્યો છે, તેને નિહાળીને પ્રશન્ન થયા હતા.
જિલ્લા ન્યાયાધીશે લીધી મુલાકાત
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિના ઉપલક્ષમાં જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જૂનાગઢની શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ચિત્રનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ રીઝવાનાબેનના હસ્તે ખૂલ્લુ મૂકવામાં આવ્યું હતું, નાના બાળકોએ દોરેલા ચિત્રોનું પ્રદર્શન જોઈને ન્યાયાધીશ રીજવાનાબેન બુખારી પ્રસન્ન થયા હતા, નાનપણથી જ પ્રત્યેક બાળકના જીવનમાં ગાંધી જીવનના મૂલ્યોનું સિંચન થઈ રહ્યું છે, તે જોઈને તેઓ વધારે ખુશી વ્યક્ત કરી હતી.