જૂનાગઢ : શહેરમાં દાણપીઠ વિસ્તારમાં આવેલી કરિયાણા બજારમાં વેપારી દ્વારા સામાન પ્લાસ્ટિક બેગમાં આપવામાં આવતો હોવાની જાણ ગૌસેવકોને થઈ હતી. પ્લાસ્ટિકની બેગમાં ફેકેલો સામન ગાય ખાય તો ગોયોને નુકસાન થાય છે. જે કારણે ગૌસેવકોએ વેપારીઓને ધમકી ભર્યા શબ્દોમાં પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો આવી જતા ગૌસેવકો અને VPHના કાર્યકરોએ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસ કરવામાં આવતા પોલીસની હાજરીમાં મામલો શાંત પડ્યો હતો.
જૂનાગઢમાં ગૌસેવકો અને VPHના કાર્યકરો વચ્ચે શાબ્દિક ટપાટપી - literal tussle
પ્લાસ્ટિક બેગમાં ચીજ વસ્તુઓ નહીં આપવા બાબતે માથાકૂટ થઈ હતી. બુધવાર સમી સાંજે જૂનાગઢની દાણાપીઠમાં કહેવાતા ગૌસેવકો કેટલાક યુવાનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો વચ્ચે પ્લાસ્ટિક બેગ નહીં આપવા બાબતે શાબ્દિક ટપાટપી સર્જાઇ હતી. આ સમગ્ર ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસ કરવામાં આવતા પોલીસની હાજરીમાં મામલો શાંત પડ્યો હતો.
જૂનાગઢ કરિયાણા બજાર, દાણાપીઠમાં વેપારીઓ દ્વારા પ્લાસ્ટિક બેગ આપવામાં આવે છે. વેપારીઓને ધમકીભરી ભાષામાં પ્લાસ્ટિકના ઝબલા નહીં રાખવા અંગે વાત કરી રહ્યા હતા. જે કારણે લઈને કહેવાતા કેટલાક ગૌસેવક યુવાનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
સમગ્ર મામલાની જાણ જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને પદાધિકારીઓને થતાં તેઓ કરિયાણા બજાર, દાણાપીઠ ખાતે આવી પહોંચ્યા હતા. આ સમયે VHPના કાર્યકરો અને કહેવાતા ગૌસેવક વચ્ચે ખૂબ જ ઉગ્ર શબ્દોમાં એકબીજાને પડકારતા હોય તેવો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસ કરવામાં આવતા પોલીસની હાજરીમાં મામલો શાંત પડ્યો હતો, પરંતુ હજૂ સુધી બન્ને પક્ષ તરફથી પોલીસ ફરિયાદ કરવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી નથી.