ગુજરાત

gujarat

ગીર સોમનાથમાં જર્જરિત મકાનો ફરી આવ્યા ચર્ચામાં, આ વખતે કોનો ભોગ લેવાયો..

By

Published : May 6, 2022, 2:35 PM IST

ગીર સોમનાથ જિલ્લામાં ભીડિયા વિસ્તારમાં જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશાયી (A dilapidated building collapsed in Gir Somnath district) થયો હતો. તેના કારણે 3 બાળકો તેમાં દટાઈ ગયા હતા. ત્યારે આ વિસ્તારમાં ભાગદોડ (Tragedy in Gir Somnath) મચી હતી.

ગીર સોમનાથમાં જર્જરિત મકાનો ફરી આવ્યા ચર્ચામાં, આ વખતે કોનો ભોગ લેવાયો..
ગીર સોમનાથમાં જર્જરિત મકાનો ફરી આવ્યા ચર્ચામાં, આ વખતે કોનો ભોગ લેવાયો..

ગીર સોમનાથઃ જિલ્લાના વડામથક વેરાવળના ભીડિયા વિસ્તારમાં ગુરુવારે મોડી સાંજે અચાનક જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશાયી (A dilapidated building collapsed in Gir Somnath district) થયો હતો. તેના કારણે 3 બાળકો દટાઈ ગયા હતા. જોકે, આમાંથી એક બાળકનું તો ઘટનાસ્થળે જ મોત થઈ ઘયું હતું. જ્યારે અન્ય 2 કિશોરોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના પછી આ વિસ્તારમાં ભારે ગમગીની (Tragedy in Gir Somnath) જોવા મળી હતી.

જર્જરિત મકાન તૂટી પડતાં 3 બાળકો દટાઈ ગયા હતા

આ પણ વાંચો-Mamlatdar Office Radhanpur: રાધનપુર કસબા તલાટી કચેરીમાં છતનો કાટમાળ પડતાં 3 કર્મચારીઓ ઘાયલ

દુર્ઘટના બાદ ધારાસભ્ય સહિત અગ્રણી લીધી વિસ્તારની મુલાકાત-જોકે, આ ઘટના પછી સ્થાનિક ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખ સહિત ખારવા સમાજના અગ્રણીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સાથે જ ઈજાગ્રસ્ત બંને કિશોરોને પૂરતી સારવાર મળે તે માટેની સૂચના પણ હોસ્પિટલને આપવામાં આવી હતી.

ભીડિયા વિસ્તારમાં ભાગદોડ મચી

આ પણ વાંચો-જર્જરિત હાલતમાં સરકારી ઇમારત: છતાં સરકારી તંત્રના આંખ આડા કાન ? જાણો કેમ

જર્જરિત મકાનો ફરી આવ્યા ચર્ચામાં - ભીડિયા વિસ્તારમાં થયેલી આ ઘટના પછી જર્જરિત મકાનો ફરી એક વખત ચર્ચાનો વિષય (Dilapidated houses of Gir Somnath under discussion) બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી જર્જરિત મકાનોને પાડી દેવા માટે અનેક ઓપરેશન (Operation for demolised Dilapidated houses) હાથ ધરાયા છે. તેમ છતાં કેટલાક મકાનો તો ભયજનક સ્થિતિમાં જ જોવા મળે છે. તેના કારણે ખારવા સમાજના એક કિશોરે પોતાનો જીવ ગુમાવીને જર્જરિત મકાનની આકરી કિંમત ચૂકવી હતી.

ABOUT THE AUTHOR

...view details