ગુજરાત

gujarat

ETV Bharat / city

ગિરનારના લાલઢોરીમાંથી ચંદનના 6 ઝાડની ચોરી થઈ, Junagadh Forest Department એ હાથ ધરી તપાસ - ચંદનના ઝાડની ચોરી

ગિરનાર દક્ષિણ રેન્જમાં આવતા લાલઢોરી વિસ્તારમાં છ ચંદનના ઝાડને કોઈ અજાણ્યા ઇસમોએ કાપી નાખી ચોરીને (sandalwood trees) લઈ જતા વન વિભાગમાં ખળભળાટ મચ્યો છે. ચંદનના ઝાડ કટિંગ કરીને ચોરી થયાની જાણ થતાં વન વિભાગે (Junagadh Forest Department) સમગ્ર મામલામાં તપાસ હાથ ધરી છે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચંદનના ઝાડ કાપવા બદલ સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારા મુજબ કેસ રજિસ્ટર કરીને શંકાસ્પદ અજાણ્યા ચંદન ચોર વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગિરનારના લાલઢોરીમાંથી ચંદનના 6 ઝાડની ચોરી થઈ, Junagadh Forest Department એ હાથ ધરી તપાસ
ગિરનારના લાલઢોરીમાંથી ચંદનના 6 ઝાડની ચોરી થઈ, Junagadh Forest Department એ હાથ ધરી તપાસ

By

Published : Oct 21, 2021, 6:02 PM IST

  • ભવનાથના લાલઢોરી વિસ્તારમાંથી છ જેટલા ચંદનના વૃક્ષો કાપવામાં આવ્યાં
  • અજાણ્યા ઈસમો વિરુદ્ધ વનવિભાગે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા નીચે હાથ ધરી કાર્યવાહી
  • વનવિભાગે ચંદનના ઝાડને કાપનાર અજાણ્યા ઈસમો સામે તપાસના ચક્રો કર્યા ગતિમાન

જૂનાગઢઃ ભવનાથ તળેટીમાં આવેલા ડુંગર દક્ષિણ રેન્જના રેવન્યુ વિસ્તારમાં આવતા લાલઢોરી વિસ્તારમાંથી અજાણ્યા ઇસમો દ્વારા છ જેટલા ચંદનના ઝાડનુ કટીંગ કરીને તેના થડનો ભાગ ચોરી (sandalwood trees) થવાની ઘટના સામે આવતા વન વિભાગ (Junagadh Forest Department) ચોંકી ઉઠયું હતું. વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓએ ચંદનના ઝાડ કાપવા બદલ અજાણ્યા ઇસમો સામે સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારા નીચે ગુન્હો રજિસ્ટર કરીને ચંદનના ઝાડ કાપવા અને તેની ચોરી કરીને લઇ જવા સબબ અજાણ્યા શખ્સો સામે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાત્રિના સમયે અજાણ્યા ઇસમોએ ચંદનના ઝાડને કાપવા ચોરી કરીને લઈ ગયા છે જેની તપાસ વન વિભાગ કરી રહ્યું છે.

કાપીને ચોરી જવાયેલાં ચંદનની કિંમત 2 લાખથી વધુની છે

ચંદનના ઝાડ કપાતા વનવિભાગ હરકતમાં ચંદનચોર વિરુદ્ધ હાથ ધરી તપાસ

ચંદનના ઝાડ કાપવા અને તેને ચોરી (sandalwood trees) કરીને લઇ જવાના મામલે મદદનીશ વન સંરક્ષક જે આર પટેલે જણાવ્યું હતું કે જે વિસ્તારમાંથી ઝાડ કાપવા આવ્યા છે તે રેવન્યુ વિસ્તારમાં આવેલો છે તેને લઈને પણ વન વિભાગ (Junagadh Forest Department) વધુ તપાસ હાથ ધરી રહ્યું છે. જે ઝાડ કાપવામાં આવ્યા છે તે 70 સેમીની જાડાઇ ધરાવે છે તેની અંદાજિત બજાર કિંમત 2 લાખ કરતા વધુની થવા જાય છે. સમગ્ર મામલામાં કોઇ શકમંદ કે જાણભેદુ છે તે વન વિભાગની પકડમાં આવે ત્યારે સમગ્ર મામલાનો પરથી પડદો ઊંચકાઈ શકે છે અને વધુ કેટલાક તથ્યો બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

લાલઢોરી રેન્જમાંથી ચંદનના ઝાડ કાપીને ચોરીથી વન વિભાગમાં ખળભળાટ

ABOUT THE AUTHOR

...view details