ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં ગોમતીપુર આરોગ્ય કેન્દ્ર પર યુવાઓ ઉમટ્યા વેક્સિન લેવા - જામનગર કોરોના અપડેટ

ગુજરાત રાજ્યનો આજે સ્થાપના દિવસ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા 10 જિલ્લામાં વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગરમાં જુદા-જુદા 15 કેન્દ્ર પર રસીકરણ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે.

યુવાઓ ઉમટ્યા વેક્સિન લેવા
યુવાઓ ઉમટ્યા વેક્સિન લેવા

By

Published : May 1, 2021, 1:34 PM IST

  • યુવાઓમાં વેકિસન લેવા માટે ઉત્સાહ
  • કોરોના સામેની લડાઈમાં વેક્સિન છે અકસીર ઈલાજ
  • 15 કેન્દ્ર પર રસીકરણ કાર્યક્રમ

જામનગર: જિલ્લામાં ગોમતીપુર આરોગ્ય કેન્દ્ર પર સવારે 9 વાગ્યાથી જ લોકોની લાંબી કતારો જોવા મળી છે અને લોકો ઉત્સાહપૂર્વક વેક્સિન લઇ રહ્યા છે.

15 કેન્દ્ર પર રસીકરણ કાર્યક્રમ

આ પણ વાંચો: જામનગરમાં વેક્સિનેશન કાર્યક્રમનો 1મે થી શુભારંભ

રજીસ્ટ્રેશન કરેલું હોય તેમને વેક્સિન આપવામાં આવે છે

જામનગર જિલ્લામાં દિવસે-દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ લોકો વેક્સિન લે તે માટેના કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આજે 18થી 45 વર્ષની વયના લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી રહી છે. જેમાં કોલેજમાં અભ્યાસ કરતા યુવક-યુવતીઓ મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટે આવી રહ્યા છે.

આ પણ વાંચો: જામનગર મનપા કમિશ્નરે વેક્સિનેશન પર કરી ETV Bharat સાથે ખાસ વાતચીત....

સરકાર દ્વારા 15,000 ડોઝ વેક્સિન આપવામાં આવી

જામનગર શહેરમાં રાજ્ય સરકાર દ્વારા 15,000 ડોઝ વેક્સિન આપવામાં આવી છે. કુલ 15 આરોગ્ય કેન્દ્ર પર આ વેક્સિન આપવામાં આવી રહી છે. જામનગરવાસીઓમાં રસી લેવા માટે અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details