- જામનગરમાં ફરી સામે આવ્યો દુષ્કર્મનો બનાવ
- પરિણીતા પર છરીની અણીએ દુષ્કર્મ
- પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીઓને ઝડપ્યા
જામનગર: જામનગરમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ધ્રોલમાં પરિણીતા પર છરીની અણીએ અસામાજીક તત્વોએ દુષ્કર્મ આચર્યુ હતું.
જામનગરના ધ્રોલમાં પરિણીતા પર છરીની અણીએ દુષ્કર્મ, ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓને ઝડપ્યા ફરવા ગયેલા દંપતિનો શખ્સોએ પીછો કર્યો
જામનગર જિલ્લાના ધ્રોલમાં પરિણીતા અને તેના પતિ બહાર ફરવા ગયા હતા તે દરમિયાન પાછળથી બે શખ્સોએ આવી દંપતિને ધાક-ધમકી વડે અટકાવ્યા હતા. ત્યારબાદ તેમને મૂંઢમાર માર્યો હતો અને પરિણીતા પર છરીની અણીએ દુષ્કર્મ આચર્યું હતું.
જી.જી.હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
ઘટના બાદ પરિણીતાને વહેલી સવારે જામનગરની જી.જી.હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ તેમજ સારવાર માટે લાવવામાં આવી હતી. આ દરમિયાન તેના પતિએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું.
જામનગરના ધ્રોલમાં પરિણીતા પર છરીની અણીએ દુષ્કર્મ, ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓને ઝડપ્યા ધ્રોલ પોલીસે આરોપીને ઝડપી પાડ્યા
આ અંગે દંપતિએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધતા પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
દુષ્કર્મની ઘટનાનો સિલસિલો યથાવત
જામનગર જિલ્લામાં દુષ્કર્મની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અગાઉ પણ સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી, ત્યારબાદ ત્રણ સગીરાઓ સાથે પણ દુષ્કર્મની ઘટનાની ફરિયાદ નોંધાઈ હતી તો આ વખતે પરિણીતાને દુષ્કર્મનો શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે.