- જામનગરમાં મંજૂરી લીધા વિના તિરંગા યાત્રા યોજવામાં આવી
- મંજૂરી લીધા વિના તિરંગા યાત્રા કાઢવામાં આવી
- મહિલા અને પુરુષ મળી 30 કાર્યકરોની અટકાયત કરાઇ
જામનગરમાં મજૂરી વિના તિરંગા યાત્રા યોજાઇ, કોંગ્રેસના 30 કાર્યકરોની અટકાયત કરાઇ
જામનગરઃઆજે દેશભરમાં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરમાં કોંગ્રેસ દ્વારા કોઈ પણ જાતનો મંજૂરી લીધા વિના તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.
જામનગરમાં મજૂરી વિના તિરંગા યાત્રા યોજાઇ, કોંગ્રેસના 30 કાર્યકરોની અટકાયત કરાઇ મંજૂરી લીધા વિના નીકાળી હતી તિરંગા યાત્રા
જો કે કોંગ્રેસની તિરંગા યાત્રાટાઉન હોલથી શરૂ થઈ હતી અને લાલબગલા સુધી પહોંચી હતી જ્યા પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરો હાથમાં તિરંગા લઈ સૂત્રોચ્ચાર કરી રેલી યોજી હતી. કુલ મહિલા અને પુરૂષ મળી 30 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જામનગર જિલ્લામાં જામજોપુર અને અન્ય સ્થળોએ પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.