ગુજરાત

gujarat

By

Published : Feb 22, 2021, 5:21 PM IST

ETV Bharat / city

મતગણતરીને લઇને જામનગરમાં ચુસ્ત બંદોબસ્ત, 236 ઉમેદવારનું ભાવિ નક્કી થશે

21 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. જેની મતગણતરી 23મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે ત્યારે જામનગરની હરિયા કોલેજમાં મતગણતરીને લઈ ચુસ્તબંગદોબસ્ત લગાવાયો છે.

જામનગર
જામનગર

  • બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની લેવાઈ રહી છે મદદ
  • પોલીસ અને SRPF જવાનોનો ચુસ્ત બંદોબસ્ત
  • મંગળવારે સવારે 7 વાગ્યે શરૂ થશે ગણતરી


જામનગર: રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીનું 21 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને આવતીકાલે મંગળવારે જામનગરમાં હરીયા કોલેજ ખાતે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતદાન ગણતરી કરવામાં આવશે.

હરિયા કોલેજ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

જામનગરમાં ગઈકાલે કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન થયું છે. ત્યારે તમામ EVM જામનગરની હરીયા કોલેજ ખાતે રાખવામાં આવ્યા છે. મંગળવારે સવારે સાત વાગ્યે હરીયા કોલેજ ખાતે મતગણતરી શરૂ થશે.

રિયા કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત
બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી સઘન ચેકિંગ

હરીયા કોલેજ ખાતે પોલીસ જવાનો તેમજ SRPF જવાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો જ છે, સાથે-સાથે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

236 ઉમેદવારનું ભાવિ EVMમાં સીલ

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે. કુલ 236 જેટલા ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તમામ ઉમેદવારનું ભાવિ EVMમાં સીલ છે.

ABOUT THE AUTHOR

...view details