- રાજ્ય સરકારે મ્યુઝિયમ બનાવવા નવા સ્થળની પસંદગીનો આદેશ આપ્યો
- અગાઉ ક્રિકેટ બંગલામાં મ્યુઝિયમ બનાવવાનો લેવાયો હતો નિર્ણય
- આ નિર્ણય વિરુદ્ધ જામનગરવાસીઓએ આક્રોષ વ્યક્ત કર્યો
જામનગરઃ શહેરના ક્રિકેટ બગલામાં સ્પોર્ટ્સ મ્યુઝિયમ બનાવવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. જો કે, જામનગર વાસીઓના આક્રોશની નોંધ ગાંધીનગર લેવાઈ છે. જેથી હવે ક્રિકેટ બંગલામાં સ્પોર્ટસ મ્યુઝિયમ બનશે નહીં.
મ્યુઝિયમ માટે અન્ય સ્થળોની પસંદગી કરવાના આદેશ
જામનગરનું ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ ક્રિકેટ બંગલામાં મ્યુઝિયમ બનાવવાના વિવાદાસ્પદ નિર્ણયથી ક્રિકેટ રસિકો અને જામનગર વાસીઓમાં ભારે રોષ ફેલાયો હતો. ક્રિકેટ બંગલામાં જો મ્યુઝિયમ બનાવવામાં આવે તો અહીં ક્રિકેટની પ્રેક્ટિસ કરતા બાળકોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભા થયા હતા. જેથી આ નિર્ણય હાલ તો રાજ્ય સરકારે મોકૂફ રાખ્યો છે અને મ્યુઝિયમ માટે જામનગરમાં અન્ય સ્થળની પસંદગી કરવાના આદેશ આપ્યા છે.