ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ - Vice President

જામનગરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કોરોબારી ચેરમેન અને દંડકની વરણી કરવામાં આવી છે. જિલ્લા પ્રમુખ રમેશની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ર જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી
ર જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી

By

Published : Mar 17, 2021, 12:51 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય
  • જિલ્લા પ્રમુખ રમેશની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું
  • પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનની તેમજ દંડકની વરણી કરવામાં આવી

જામનગર : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થયો છે. ખાસ કરીને જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી બાજી મારી છે. તો જામનગર જિલ્લા પંચાયત પર ભગવો લહેરાયો છે. તેમજ તાલુકા પંચાયત પણ કબજે કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે.જામનગરમાં ભવન ખાતે આજે બુધવારે જિલ્લા પ્રમુખ રમેશની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનની તેમજ દંડકની વરણી કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટી

આ પણ વાંચો : 17 માર્ચના રોજ રાજકોટ જિલ્લા અને 11 તાલુકામાં પ્રમુખ, ઉપપ્રમુખોની થશે વરણી




જામનગર જિલ્લા પચાયતના હોદેદારોના નામ જાહેર
• પ્રમુખ-ધરમસી ચણિયારા
• ઉપપ્રમુખ-નેનાબહેન પરમાર
• કારોબારી-ચેરમેન ભરત બોરસદિયા
• દંડક-મઇબહેન ગલા ગરસર

આ પણ વાંચો : મહુવામાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ ભાજપમાં જોડાયા

ધરમસીને પ્રમુખ પદ સોંપાયું
ગત ટર્મમાં જામનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું. આ વખતે જિલ્લા પંચાયતને મેળવવા ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે. જિલ્લા પંચાયતમાં હજાર જેટલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ધરમશીને પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા પાણી વગેરે સમસ્યાઓ છે. જે સમસ્યાઓ દૂર કરવામાં આવશે તેવું જિલ્લા પ્રમુખ રમેશ મુગરાએ જણાવ્યું છે. ETV ભારત સાથે વાત કરતા ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના જે પ્રશ્નો છે તેનું સમાધાન કરવામાં આવશે.

ર જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી

ABOUT THE AUTHOR

...view details