- જામનગરની ઠેબા ચોકડી પાસે થયું હતુ મર્ડર
- છરીના ઘા મારી યુવાનની કરાઇ હતી હત્યા
- ડિસમિસ પોલીસ કર્મી અને તેના ભાઇને કોર્ટમાં રજૂ કરાયા
- રેતીના ધંધામાં થયો હતો ડખ્ખો
જામનગરઃશહેરમાં રણજીતસાગર રોડ પર ગ્રીનસિટીમાં રહેતા અને મૂળ ખંભાળિયા તાલુકાના ભાતેલના વતની યુવરાજહિં મહોબતસિંહ જાડેજા (ઉ.વ.27) નામના યુવાનને રેતીના ડમ્પરો ચાલતા હોય અને આ ડમ્પરોમાં ડમ્પરના ડ્રાઈવરોની ઈશ્વરસિંહ સતુભા જાડેજાના ડ્રાઈવરો સાથે અવાર-નવાર અદલા-બદલી ચાલતી હતી. જે બાબતે અગાઉ પણ રકઝક અને બોલાચાલી થઈ હતી તેમજ એક વર્ષ પૂર્વે પ્રદિપસિંહ સોઢાનું પાકિટ ઈશ્વરસિંહના મહેતાજી જયપાલસિંહ ચુડાસમા લઇ લીધું હતું. જે બાબતે ઈશ્ર્વરરસિંહને અપશબ્દો કહ્યા હતાં. જે બાબતનું મનદુ:ખ રાખી ઈશ્ર્વરસિંહએ પ્રદિપસિંહ અને યુવરાજસિંહને પતાવી દેવાની ધમકી આપી હતી. દરમિયાન ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજા અને વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજા નામના બન્ને શખ્સોએ પૂર્વ આયોજીત કાવતરૂ રચ્યું હતું. આ કાવતરાના ભાગરૂપે જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલા ગોકુલ વે બ્રિજ પાસે યુવરાજસિંહ કાયમ બેસતા હતાં.
આ પણ વાંચોઃ જામનગરની ઠેબા ચોકડી પાસે સરાજાહેર હત્યા, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
પૂર્વ આયોજિત કાવતરું ઘડી નિપજાવી હત્યા
દરમિયાન રવિવારે સાંજના ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજાએ અગાઉથી નકકી કરેલા પ્લાન મુજબ તેના ભાઈને ગોકુલ વે બ્રિજ પાસે રાખ્યો હતો અને યુવરાજસિંહ સહિતના લોકો ત્યાં આવી ગયા હોવાની જાણ થતાં ઈશ્ર્વરસિંહ તેની લઇને ત્યાં આવી પહોંચ્યા હતાં અને ખુરશી ઉપર બેસેલા યુવરાજસિંહ સાથે કાર અથડાવી પછાડી દીધા હતાં. ત્યારબાદ ઈશ્ર્વરસિંહે તેની ગાડીમાંથી છરી કાઢી યુવરાજસિંહના ગળામાં જીવલેણ ઘા મારી ઢીમ ઢાળી દીધું હતું. વિરભદ્રસિંહે આવીને પ્રદિપસિંહ ઉપર છરી વડે હુમલો કર્યો હતો ઉપરાંત મૃતકના ભાઇ ગીરીરાજસિંહ ઉપર પણ છરીના ઘા ઝીંકયા હતાં. જેમાં ગીરીરાજસિંહને હાથમાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ હુમલામાં ઘવાયેલા વ્યકિતઓને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં (G G HOSIPITAL) ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં યુવરાજસિંહ જાડેજાનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. તેમજ અન્ય બે વ્યક્તિઓને સારવાર આપવામાં આવી હતી.
સણોસરા પાટિયા પાસેથી દબોચી લીધા આરોપીઓને
રેતીના વ્યવસાય બાબતે થયેલી જૂની બોલાચાલીના મનદુ:ખમાં નિપજાવેલી હત્યાના આરોપીઓને દબોચી લેવા જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી ASP નિતેશ પાંડેય અને DySP કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ LCB PI કે. જી. ચૌધરી અને PSI કે. કે. ગોહિલ, વી. એમ. દેવમુરારી સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન અજયસિંહ ઝાલા અને યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે ધ્રોલ-રાજકોટ ધોરી માર્ગ પર LCBની ટીમે વોચ ગોઠવી હતી અને કાર પસાર થતાં સણોસરા ગામના પાટીયા નજીકથી કારને આંતરીને પોલીસે ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજા અને વિરેન્દ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ સતુભા જાડેજા નામના બન્ને હત્યારા ભાઈઓને ઝડપી લઇ મોબાઇલ ફોન અને કાર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આરોપી ઈશ્ર્વરસિંહ સતુભા જાડેજા વિરૂધ્ધ અગાઉ મારામારી, રાયોટીંગ, જૂગાર સહિતના સાત ગુનાઓ નોંધાયેલા હતાં.