ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર પરથી તૌકતેની આફત ટળી, બાયપાસ રવાના થયું વાવઝોડું - Cyclone Tauktae Gujarat

જામનગરમાં સામાન્ય વરસાદ અને હળવા પવન અને સામાન્ય નુકસાની સાથે તૌકતે વાવાઝોડું જામનગર શહેર જિલ્લાને બાયપાસ કરી જતાં જામનગર જિલ્લા પરથી મોટી ઘાત ટળી છે. છેલ્લા બે દિવસથી બચાવ અને રાહતની તૈયારીઓમાં લાગેલા જિલ્લાના વહિવટીતંત્રએ રાહતનો દમ લીધો છે.

tauktae cyclone
tauktae cyclone

By

Published : May 18, 2021, 7:57 PM IST

  • જામનગર પરથી તૌકતેની આફત ટળી
  • બાયપાસ રવાના થયું વાવઝોડું
  • જામનગર નવા બંદર પર ત્રણ નંબરનું સિગ્ન લગાવવામાં આવ્યું

જામનગર : શહેરમાં સામાન્ય વરસાદ અને હળવા પવન અને સામાન્ય નુકસાની સાથે તૌકતે વાવાઝોડું જામનગર શહેર જિલ્લાને બાયપાસ કરી જતાં જામનગર જિલ્લા પરથી મોટી ઘાત ટળી છે. છેલ્લા બે દિવસથી બચાવ અને રાહતની તૈયારીઓમાં લાગેલા જિલ્લાના વહિવટીતંત્રએ રાહતનો દમ લીધો છે. વાવાઝોડું હાલ અમદાવાદ તરફ ફંટાઇ ગયું હોવાથી આગામી કેટલાક કલાકોમાં જામનગર શહેર અને જિલ્લામાં હળવા પવન સાથે વરસાદી ઝાપટાં વરસી શકે છે. કોઇ મોટા નુકસાનની આશંકા સમાપ્ત થઇ છે.

જામનગર પરથી તૌકતેની આફત ટળી

આ પણ વાંચો : વડોદરામાં તૌકતે વાવાઝોડાનો પડકાર, ‘ખાખી’ હંમેશા છે તૈયાર

રાતભર જામનગરવાસીઓએ કર્યા ઉજાગરા

વિનાશક તૌકતે વાવાઝોડાએ જામનગરને મોટી રાહત આપી છે. વાવાઝોડું રાત્રે જામનગરની બાજુમાંથી પસાર થઇ જતાં જામનગર શહેર અને જિલ્લા પરથી આફત ટળી ગઇ છે. વાવાઝોડાના સામના માટે છેલ્લા બે દિવસથી જુદા- જુદા તંત્રો યુધ્ધના ધોરણે કામે લાગ્યા હતા. સેંકડો લોકોનું સ્થળાંતર તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ પણ કરી લેવામાં આવી હતી, પરંતુ વાવાઝોડું સામાન્ય જલક દેખાડીને આગળ વધી જતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો.

આ પણ વાંચો : જૂઓ પોરબંદરથી ગ્રાઉન્ડ રિપોર્ટ: પોરબંદરમાં અનેક વૃક્ષો થયા ધરાશાયી, કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનું રેસ્ક્યુ

જિલ્લા વહીવટીતંત્રએ રાહતનો દમ લીધો

સોમવારે રાત્રે શહેરના મેયર બિનાબેન કોઠારી, મંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમ માડમ સહિતના આગેવાનો અને અધિકારીઓ વાવાઝોડા પર સતત નજર રાખી રહ્યા હતા. આજે મંગળવારે સવારે આ વાવાઝોડું જામનગરથી દૂર ચાલ્યું જતાં તમામના ચહેરા ઉપર રાહતની લાગણીઓ જોવા મળી હતી. જોકે જામનગર શહેરમાં રાત્રે 1 વાગ્યા બાદ 50થી 60 કિલોમીટરની ઝડપે પવનન સૂસવાટા ચાલુ થયા હતા. જે ક્યારેક વધીને 80 કિલોમીટર સુધી પણ પહોંચી ગયા હતા. પરિણામે તંત્ર અને લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. તેમજ મીગ કોલોની પાસે આવેલા મંદિર પાસે એક વીજપોલ બેવડો વળી ગયો હતો. સામાન્ય નુકસાની સિવાય શહેર અને જિલ્લામાં કોઇ મોટા નુકસાનના અહેવાલ નથી.

સામાન્ય નુકસાન, જાનમાલને કોઈ નુકસાન નહિ

આગલે દિવસે સામાન્ય વરસાદમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં ખૂબ વગોવાયેલા જામનગરના વીજતંત્રએ સોમવારે થોડો રંગ રાખ્યો હતો. આટલા દિવસની સરખામણીએ લોકોને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ભારે પવન છતાં શહેરના લગભગ તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો જળવાઇ રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details