- જામનગરમાં જીજી હોસ્પિટલના ડિન અને કોરોના નોડલ ઓફિસરે પ્રથમ વેક્સિન લીધી
- રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા હસ્તે કોરોના રસીનો પ્રારંભ કરાયો
- 11,000 કર્મીઓને અપાશે રસી
જામનગરઃ શહેરની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા કોવિડ નોડલ ઓફિસર એસ. એસ. ચેતરજી અને જીજી હૉસ્પિટલના ડીન નદીની દેસાઈએ પહેલાં રસી લીધી હતી. જામનગર જિલ્લામાં પ્રથમ એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નદીની દેસાઈએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને અન્ય લોકોને પણ અભિયાનમાં જોડાઇને મહામારીમાંથી બહાર આવવા અપીલ કરી હતી. ડીન બાદ નોડલ ડૉક્ટર ચેટરજી હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર તિવારી અને તેમના WHO પ્રતિનિધિ ડૉક્ટર વિનય કુમારે પણ રસી લઈ અભિયાનમાં સહયોગ આપ્યો હતો.
જામનગરમાં પહેલા રાઉન્ડમાં 11,000 આરોગ્ય કર્મીઓને આપશે રસી
આ રસીકરણમાં પૂર્વ પ્રધાન શ્રી વસુબેન ત્રિવેદી શહેર, ભાજપ પ્રમુખ વિમલ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશી, કમિશનર સતિષ પટેલ, ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી ડીન અનુપન ઠાકર, આઈએમએફ ડૉક્ટર પ્રશાંત અને વાઇસ પ્રેસિડન્ટ ડોક્ટર વિજય પોપટ, એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉક્ટર વસાવડા નોડલ ગોસ્વામી, કર્નલ શર્મા, મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર રુચિતા જોશી વગેરે મહાનુભાવો પદાધિકારીઓ અને ડૉક્ટર કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.