- આહીર સમાજનાં પ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી મેયર કરસન કરમુર AAPમાં જોડાયા
- 2000 જેટલા સમર્થકો સાથે નામાંકન પત્ર ભરવા પહોંચ્યા
- છેલ્લા 25 વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાઇને આવે છે કરસન કરમુર
25 વર્ષથી ભાજપમાંથી ચૂંટાતા કરસન કરમુરને ટિકીટ ન મળતા AAPમાંથી ઉમેદવારી નોંધાવી - gujarat local news
અત્યાર સુધી અન્ય પાર્ટીઓના નેતાઓ, સાંસદો તેમજ ધારાસભ્યો ભાજપમાં જોડાતા હોવાનાં કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે, ચાલુ વર્ષે 21 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમ્યાન રાજકારણમાં જવલ્લે જ જોવા મળતી ઘટના સામે આવી છે. જામનગરમાં ભાજપમાંથી છેલ્લા 25 વર્ષથી સતત ચૂંટાઈને આવતા કોર્પોરેટર કરસન કરમુરને આ વર્ષે ભાજપમાંથી ટિકીટ ન મળતા તેમણે 2 હજારથી વધુ સમર્થકોની હાજરીમાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી.
25 વર્ષથી ચૂંટાઈને આવતા કરસન કરમુરને ભાજપે ટિકીટ ન આપતા AAPમાંથી ફોર્મ ભર્યું
જામનગર: જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ખરાખરીનો જંગ શરૂ થયો છે. ત્યારે તાજેતરમાં જ ભાજપમાંથી રાજીનામું આપનાર પૂર્વ ડેપ્યુટી મેયર કરસન કરમુરે આમ આદમી પાર્ટીમાંથી નામાંકન પત્ર ભર્યું છે. કરસન કરમુર છેલ્લા ૨૫ વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવે છે. જોકે, આ વખતે ભાજપે તેમને ટિકિટ ન આપતા તેમણે નારાજગીમાં રાજીનામુ આપ્યું છે અને આમ આદમી પાર્ટીમાંથી પોતાનું ઉમેદવારીપત્ર ભરીને ફરીથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.