ગુજરાત

gujarat

ETV Bharat / city

Traditional Folk music Night Program: રાત્રી કાર્યક્રમ દરમિયાન ચલણી નોટોનો વરસાદ એટલો થયો, કે ગણવા વાળા પણ થાકી ગયા

જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ(Shrimad Bhagavat Saptah) જ્ઞાન યજ્ઞના આયોજનમાં ગુજરાત ભરમાંથી દિગ્ગજ કલાકારો(Gujarat Folk Music artists) ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં ચલણી નોટોનો કલાકારો ઉપર વરસાદ કરવામાં આવ્યો હતો.

Traditional Folk music Night Program: રાત્રી કાર્યક્રમ દરમિયાન ચલણી નોટોનો વરસાદ એટલો થયો, કે ગણવા વાળા પણ થાકી ગયા
Traditional Folk music Night Program: રાત્રી કાર્યક્રમ દરમિયાન ચલણી નોટોનો વરસાદ એટલો થયો, કે ગણવા વાળા પણ થાકી ગયા

By

Published : May 6, 2022, 7:25 PM IST

જામનગર:જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ(Shrimad Bhagavat Saptah) જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે. જેની સાથે સાથે પ્રતિદિન રાત્રિના ગુજરાત ભરમાંથી જુદા જુદા સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર, લોકગાયકો વગેરેને જામનગરના મહેમાન બનાવીને તેઓની કલાકૃતિ મંચ પરથી રજૂ કરાવી જામનગરની જનતાને વિશેષ લાભ આપવામાં આવી રહ્યો છે, અને સતત પાંચ દિવસ સુધી પ્રત્યેક કાર્યક્રમમાં કલાકારોની કલાથી પ્રભાવિત થઈને યજમાન પરિવાર અને તેમના કુટુંબીજનો ઉપરાંત બહારગામથી આવનારા મહેમાનો વગેરેએ ભારે નોટોનો વરસાદ કર્યો છે.

જામનગર ઈતિહાસમાં સૌથી મોટો કહી શકાય તેવો કાર્યક્રમ રહ્યો હતો, અને મોટા પ્રમાણમાં ચલણી નોટોનો કલાકારો ઉપર વરસાદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:સુરેન્દ્રનગરના કલેક્ટર કસુંબીના રંગે રંગાયા, જુઓ વીડિયો...

દિગ્ગજ કલાકારો ઉપસ્થિત હતા - આ કાર્યક્રમમાં ખાસ કરીને ગઈકાલે રાત્રે કિર્તીદાન ગઢવી કિંજલબેન દવે, અને નિશાબહેન બારોટના કંઠેથી રજૂ થયેલા લોકસંગીત અને દાંડીયારાસના કાર્યક્રમમાં એવી તે જમાવટ હતી, કે જામનગર ઈતિહાસમાં સૌથી મોટો કહી શકાય તેવો કાર્યક્રમ રહ્યો હતો. મોટા પ્રમાણમાં ચલણી નોટોનો કલાકારો(Gujarat Folk Music artists) ઉપર વરસાદ કરવામાં આવ્યો હતો.

જાડેજા પરિવારના નિકટવર્તી સહિતના મહેમાનો દ્વારા એવો તે નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો, કે ચોતરફ નોટો ના ઢગલા થઈ ગયા હતા.

યજમાન પરિવાર મહેમાનો -જામનગરના હકુભા જાડેજાના પરિવાર તથા તેમના સગાસંબંધીઓ, ઉપરાંત પોરબંદરના ધારાસભ્ય(MLA of Porbandar) કાંધલ જાડેજા, જામનગરના અગ્રણી બિલ્ડર(Leading builders of Jamnagar) એવા મેરામણ પરમાર, ઉપરાંત રાજ્યભરમાંથી આવેલા અન્ય ધારાસભ્યો, તથા જાડેજા પરિવારના નિકટવર્તી સહિતના મહેમાનો દ્વારા એવો તે નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો, કે ચોતરફ નોટોના ઢગલા થઈ ગયા હતા.

જામનગર ના પ્રદર્શન મેદાનમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું આયોજન થયું છે

આ પણ વાંચો:લોક સાહિત્યકાર પિયુ ગઢવીએ ગીત દ્વારા ગુજરાત પોલીસને બિરદાવી...

આયોજકોની રુપિયાના બંડલો ગણતા થાકી - ટીમ રુપિયા 100ની, 50, 20 અને 10 સહિતની તમામ ચલણી નોટોના નવાનક્કોર બંડલો જ એકી સાથે ઉડતા જોવા મળ્યા હતા. કથા મંડપના એક સ્થળે કોથળા ભરી ભરીને ચલણી નોટો ઠાલવવામાં આવી હતી. તેને ગણવા માટેની આયોજકોની ટીમ(Team of folk music organizers) ચલણી નોટો એકત્ર કરતાં જ થાકી ગઈ હતી. આ ઉપરાંત ચલણી નોટો ગણવા માટે સમગ્ર રાત્રિ પણ ટૂંકી પડી હતી. જે પણ એક જામનગર માટેનો નવો કીર્તિમાન છે.

ABOUT THE AUTHOR

...view details