- જામનગરની જી.જી હોસ્પિટલમાં ડોક્ટર્સને આભાર માનવા માટે યોજાયો કાર્યક્રમ
- ડોકટર્સ કરી રહ્યા છે દિન-રાત ડયુટી
- અન્ય સ્ટાફ પણ કરી રહ્યો છે અવિરત ડયુટી
જામનગર: જિલ્લાની જી.જી. હોસ્પિટલમાં ડોકટર જે.બી. ધમસાનિયા તથા અન્ય લોકો દ્વારા ડોક્ટરો, સ્ટાફ તેમજ સિક્યુરિટી, સફાઈ કામદારોને સપોર્ટ કરવા માટે બેનરો સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જામનગર કોવિડ હોસ્પિટલમાં 400 ડોક્ટર્સ નિભાવી રહ્યા છે ફરજ
જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે બહારગામથી આવતા તેમજ સ્થાનિક દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. જેથી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરો છેલ્લા દસ-બાર દિવસથી સતત કાર્યરત રહ્યા છે ત્યારે ડોક્ટર પર વધારે પડતો કાર્યબોજ રહેતો હોય છે અને દિવસ-રાત જોયા વિના પોતાની ફરજ નિભાવતા હોય છે.
જી.જી હોસ્પિટલની બહાર ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફનો આભાર માનવામાં આવ્યો આ પણ વાંચો :જામનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનનો બીજો દિવસ, સમગ્ર શહેરમાં સજ્જડબંધ
ડોકટર્સ,નર્સ છેલ્લા 10 દિવસથી રજા લીધા વિના નિભાવી રહ્યા છે ફરજ
જામનગરના ડૉ. જે.બી. ધમસાનિયા તથા તેમના મિત્રો દ્વારા એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે ડોક્ટર નર્સ સિક્યુરીટી સ્ટાફ હોસ્પિટલના અધિકારીઓના સપોર્ટમાં બેનર સાથે કાર્યક્રમ યોજ્યો હતો, તેમજ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર્સના પરિવારજનોને કોરોના કાળમાં કોઈપણ તકલીફ પડે તો તો તેઓ મદદ કરવા માટે તત્પર રહેશે. ડોક્ટર નર્સ અને હોસ્પિટલના સિક્યુરીટી સ્ટાફ તેમજ અધિકારીઓની સેવાનો આભાર માનતા બેનરો સાથે યોજાયેલા કાર્યક્રમ થકી ડોક્ટરોમાં ઉત્સાહ જગાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : જામનગર પોલીસમાં ફરજ બજાવતા આફતાબ સફિયાનું કોરોના સંક્રમણથી નિધન, ગાર્ડ ઓફ ઓનર અપાયું
અનેક ડોકટર્સ દંપતી કોવિડમાં નિભાવી રહ્યા છેડયુટી
જામનગરની કોવિડ હોસ્પિટલમાં 400 જેટલા ડોક્ટર્સ ડયુટી નિભાવી રહ્યા છે. સ્ટાફ નર્સ તેમજ અન્ય સહાયક કર્મચારીઓ પણ ડયુટી નિભાવી રહ્યા છે અને અનેક કર્મચારીઓ કોરોના ગ્રસ્ત પણ બન્યા છે. કોવિડમાં ફરજ નિભાવતા તમામ કર્મચારીઓની મદદ માટે જામનગરના મિત્ર મંડળ બહાર આવ્યું હતું.