- રાજ્યમાં લોકડાઉનને કારણે ધંધાની હાલત કફોડી
- રીક્ષા ચાલકોને નથી મળી રહ્યા દિવસના 100 રૂપિયા
- રીક્ષા ચાલકોને સરકાર તરફથી મદદની આશા
જામનગર: હાલ સમગ્ર રાજ્યના 36 જેટલા મોટા શહેરોમાં મીની લોકડાઉન લાદવામાં આવ્યું છે આ કારણે સૌથી વધુ વિકટ પરિસ્થિતિ ઓટો ચાલકોની બની છે. ઓટો ચાલકો રોજનું કમાઈને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, પંરતુ હાલ મીની લોકડાઉન ચાલી રહ્યું છે એટલે લોકો ઘરની બહાર નીકળતા નથી એટલે ઓટો ચાલકોને ભાડું પણ મળતું નથી.
રીક્ષા ચાલકોને પણ સંક્રમણનો ડર
જામનગરમાં જુદા-જુદા ઓટો રિક્ષાના એસોસિએશન છે. આ અસોસિએશનના એક સભ્ય રાજભા જણાવી રહ્યા છે કે, એક બાજુ કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી બાજુ લોકો રીક્ષામાં બેસવાનું ટાળી રહ્યા છે અને પ્રવાસીઓ પણ રીક્ષામાં બેસવાથી કોરોના સંક્રમણ થઈ શકે એટલે બેસતા નથી. જો ઓટો રીક્ષા કોરોનાના દર્દીઓને હોસ્પિટલ સુધી મુકવા જાય તો ઓટો ચાલક પણ કોરોનાનો શિકાર બની શકે છે. એટલે જે રીક્ષા ચાલકો દર્દીઓને મુકવા લેવા જતા હતા તે પણ હવે બંધ થયા છે.
આ પણ વાંચો :કોરોનામાં લોકડાઉન અને કરફ્યૂના કારણે નાના વેપારીઓના વ્યવસાય પર માઠી અસર