- જામનગરમાં હોસ્પિટલમાં કામ કરતા આઉટસોર્સિંગના કર્મચારીઓની હડતાળ
- અમે મફત કામ કરીશું પણ સરકારના વેતનમાં કામ નહીં કરીએઃ કર્મચારીઓ
- ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ પડતર માગને લઈ હડતાળ પર ઉતર્યા
જામનગરઃ શહેરમાં એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે. તો બીજી તરફ ડોક્ટર્સ કોરોનાના દર્દીઓની દિવસરાત સારવાર કરી રહ્યા છે, પરંતુ આવા સમયે જામનગરમાં હોસ્પિટલમાં કામ કરતા આઉટસોર્સિંગ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.
જામનગરની ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલમાં જીવના જોખમે કોરોના કાળમાં આઉટસોર્સિંગના કર્મચારીઓ ડ્યૂટી નિભાવતા હોય છે. તેવામાં તેમણે આજથી અચોકકસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. આ કર્મચારીઓની માગ છે કે, તેમનું વેનત વધારવામાં આવે. તેમને પૂરતું વેતન નથી મળતું. તો રાજ્ય સરકાર કે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા આઉટસોર્સિંગના કર્મચારીઓને કાયમી પણ કરવામાં આવતા નથી, જેના કારણે આ કર્મચારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.