જામનગરઃ સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેને પગલે જામનગરના નવા બંદર ખાતે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, તેમજ જિલ્લાના તમામ બંદરે માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઇ છે.
વાવાઝોડાને પગલે જામનગરના નવા બંદર પર લગાવવામાં આવ્યું 1 નંબરનું સિગ્નલ - નવા બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું
સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેને પગલે જામનગરના નવા બંદર ખાતે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, તેમજ જિલ્લાના તમામ બંદરે માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઇ છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શુક્રવારે જ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના તમામ બંદરો પર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, તેમજ દરિયામાં રહેલા માછીમારોને પરત ફરવા પણ સૂચના આપવામાં આવી છે. હાલ જિલ્લાના દરિયા કિનારે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. ત્યારે માછીમારી કરવા ગયેલા મોટા ભાગના માછીમારો પોતાની બોટ લઇ મંદિરે પરત ફર્યા છે. જ્યારે જે માછીમારો દરિયાની અંદર દરિયો ખેડી રહ્યા છે તેઓને પરત બોલાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.