જામનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણથી તમામ સ્કૂલ બંધ છે. જો કે, વાલીના પ્રશ્નો પણ એટલા જ છે. ઓનલાઈન શિક્ષણથી વાલીઓ પરેશાન બન્યા છે તો સ્કૂલ દ્વારા હજુ પણ વિદ્યાર્થીઓની ફી લેવા માટે વાલીઓ પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગરમાં મહિલા સહકારી બેન્કના ડાયરેક્ટર શીતલ શેઠ દ્વારા આગામી 10 દિવસોમાં વાલીગીરી આંદોલન કરવામાં આવશે.
ફી ઉઘરાણી મુદ્દે વાલીગીરી આંદોલનની શરૂઆત કરાશે આ ઉપરાંત વાલીઓના પ્રશ્નો અંગે જામનગરમાં મોરચો ખોલવામાં આવશે. ખાસ કરીને જે સ્કૂલ ફી માફી આપતી નથી તેની સામે આંદોલન કરવામાં આવશે. તેમજ રમત-ગમતના મેદાન સહિતના મુદ્દે પણ આંદોલન કરાશે.રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આગામી દિવાળી સુધી રાજ્યની તમામ સ્કૂલો બંધ રાખવામાં આવશે. કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે તેના કારણે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ વૃદ્ધો તેમજ નાના બાળકોમાં વધુ ફેલાતું હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ETV BHARATની ટીમે જામનગરમાં વાલીઓ સાથે દિવાળી સુધી સ્કૂલ નહીં ખૂલે તે મામલે વાતચીત કરવામાં આવી હતી. ફી ઉઘરાણી મુદ્દે જામનગરમાં વાલીગીરી આંદોલનની શરૂઆત કરાશે ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલમાં લોકડાઉન બાદ મોટાભાગની સ્કૂલ ખોલવામાં આવી હતી. જેના કારણે હાલમાં નાના બાળકોમાં કોરોના વાઇરસનું સંક્રમણ થયું હતું અને તેમાંથી કેટલાંક બાળકો મોતને ભેટ્યા છે. ત્યારે ભારતમાં આવી સ્થિતિ ઊભી ન થાય તે માટે અને ખાસ કરીને ગુજરાતમાં સ્કૂલમાં ભણતા નાનાં બાળકો કોરોનાનો ભોગ ન બને તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉત્તમ નિર્ણય લેવામાં આવ્યો છે.જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દરરોજ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. જે વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય છે. સાથે-સાથે જામનગરવાસીઓ માટે પણ કપરો સમય કહી શકાય, ત્યારે સ્કૂલ કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓ કોરોનાનો ભોગ ન બને તે માટે રાજ્ય સરકારના નિર્ણયનેે વાલીઓ વધાવી રહ્યા છે અને દિવાળી બાદ પણ જો કોરોનાના કેસ વધતા હોય તો વધુ સમય સ્કૂલો બંધ રાખવી જોઇએ તેવું વાલી જણાવી રહ્યા છે.