જામનગરઃ જામનગરમાં રેલવે બ્રિજ પાસે આવેલા 20 વર્ષ જૂના જર્જરિત આવાસ મામલે જામનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. ટૂંક સમય ચોમાસુ સિઝન શરૂ થવાની છે ત્યારે જર્જરિત હાલતમાં રહેલા આવાસો ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા હોવાના કારણે જામનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. તેમજ જે જર્જરિત હાલતમાં આવાસો છે તે આવાસનું સમારકામ કરવાની જે તે આવાસના માલિકોની જવાબદાર હોવાનું મહાનગરપાલિકાના સિવિલ એન્જિનિયર એ જણાવ્યું છે.
આવાસ યોજનાનાં જર્જરિત ફ્લેટનું રીનોવેશન કરવાની જવાબદારી મકાન માલિકોની:JMC - જામનગર મહાનગરપાલિકા
જામનગરમાં આવાસ યોજનાનાં જર્જરિત ફ્લેટનું રીનોવેશન કરવાની જવાબદારી મકાન માલિકોની હોવાથી ચોમાસા પહેલા જર્જરિત આવાસોનું સમારકામ કરવા અથવા અન્ય વ્યવસ્થા કરવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે.
jamnagar
જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા ભાડા કરાર જોગવાઈ મુજબ 1404 આવાસ યોજનાની મરામત તથા નિભાવણી જે તે ફ્લેટ ધારકોએ કરવાની રહે છે. જો કોઈ આવાસની મરામત અને નિભાવણી ન થવાને કારણે કે અન્ય કોઈ કારણે કોઈ આવાસનો બ્લોક કે ફ્લેટ ભયજનક સ્થિતિમાં લાગે તો સાવચેતીના પગલા લેવા જે તે ફ્લેટ ધારકો કે વપરાશકર્તાઓની ફરજ છે. આ અંગે મહાનગરપાલિકાની જવાબદારી રહેતી નથી. તેથી જ જામનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે.