માનસ ક્ષમા રામકથાના પાંચમા દિવસે મોરારીબાપુએ રામજન્મની કથાનું વર્ણન કરી ઉપસ્થિત શ્રોતાઓને રામજન્મની વ્યાસપીઠ પરથી વધાઈ આપી હતી. કથાના વિરામ બાદ મોરારીબાપુએ કથા સ્થળે ચાલી રહેલા ભોજન પંડાલની મુલાકાત લીધી હતી. રામકથાના આયોજક પરિવારના જયંતિભાઈ ચંદ્રા સાથે ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરી પોતાના પાત્રમાં મોરારીબાપુએ પ્રભુ પ્રસાદ લીધો હતો અને રસોઈ સ્થળે પણ મુલાકાત લીધી હતી.
જામનગરમાં મોરારીબાપુની માનસ ક્ષમા રામકથામાં રમેશભાઈ ઓઝા રહ્યા ઉપસ્થિત - રમેશભાઈ ઓઝા
જામનગર: મોરારીબાપુની માનસ ક્ષમા રામકથામાં છઠ્ઠા દિવસે કથા પંડાલોમા માનવ મહેરામણ છલોછલ જોવા મળ્યો હતો. કથામાં ખાસ ભગવતાચાર્ય રમેશભાઇ ઓઝા, વિરપુર જલારામ મંદિરના પૂજ્ય રઘુરામબાપા સહિતના સંતો મહંતો અને વિવિધ કલાકારો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
કથા દરમિયાન મોરારીબાપુએ કહ્યું હતું કે, પ્રસાદનો બગાડ કરવો ન જોઈએ અને આ પ્રસંગે સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં ચાલતા અન્નક્ષેત્રોમાં અન્ન નહીં બ્રહ્મ પીરસાઈ છે. જેથી અન્નક્ષેત્રોને વ્યાસપીઠ પરથી યાદ કરતા સાધુ પરંપરાની આ અન્નક્ષેત્રોની પરંપરા અંગે મોરારીબાપુએ માર્મિકતાથી સમજાવ્યું હતું. યોગની વાત કરી રામદેવ બાબાને યાદ કરતા મોરારીબાપુએ કહ્યું હતું કે,"યોગ સિદ્ધિ હી." યોગા કરવા ખૂબ સારું છે. ભારતનું ભાગ્ય છે. યોગી મળી જાય તો યોગ મળે. સમર્થ ગુરુના ચરણમાં રહીને જ યોગ કરાઈ. માનસ ક્ષમા રામ કથાના છઠ્ઠા દિવસે ભગવતાચાર્ય રમેશભાઈ ઓઝા, વિરપુર જલારામ મંદિરના રઘુરામબાપા, કલાકારો, બિહારી હેમુ ગઢવી, હેમંત ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.