ગુજરાત

gujarat

જામનગરમાં શાળાઓ મર્જ કરવાના નિર્ણયનો વિરોધ, યુથ કોંગ્રેસ અને વાલીઓએ આપી આંદોલનની ચીમકી

By

Published : Dec 3, 2020, 5:00 PM IST

જામનગરના જામજોધપુર, લાલપુરની પ્રાથમિક શાળાઓ સહિત સમગ્ર જિલ્લાની કુલ 99 શાળાઓ સરકારે મર્જ કરવાનો નિર્ણય લીધો છે જેનો ગુરૂવારે યુથ કોંગ્રેસ, આજુબાજુના ગામના સરપંચો અને વાલીઓએ વિરોધ કર્યો હતો.

જામનગરમાં શાળાઓ મર્જ કરવાના નિર્ણયનો વિરોધ
જામનગરમાં શાળાઓ મર્જ કરવાના નિર્ણયનો વિરોધ

• લાલપુરના હરીપર ગામે વિરોધ

• શાળા મર્જ અને શિક્ષકોનો બદલી કેમ્પ રોકવા વિરોધ પ્રદર્શન કરાયું

• લાલપુરની 13 શાળાઓનું રી-સર્વે કામગીરી હાથ ધરાશે

• યુથ કોંગ્રેસ અને આજુબાજુના ગામોના સરપંચોની રજૂઆત બાદ લેવાયો નિર્ણય

જામનગરમાં શાળાઓ મર્જ કરવાના નિર્ણયનો વિરોધ
જામનગર: જિલ્લાની એવી કુલ 99 પ્રાથમિક શાળાઓ કે જેમાં 20 થી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા છે તે શાળાઓ મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે લાલપુર તાલુકાની 19 શાળાઓને મર્જ કરવા મુદ્દે ગુરૂવારે જિલ્લા યુવક કોંગ્રેસ, આજુબાજુના ગામના સરપંચો અને વાલીઓએ હરીપર તાલુકા શાળા ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
જામનગરમાં શાળાઓ મર્જ કરવાના નિર્ણયનો વિરોધ

• 3 કી.મી થી વધુની અંતરની શાળાઓ ચાલુ રાખવામાં આવશે

લાલપુરની પ્રાથમિક શાળાઓનું યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને લાલપુર તાલુકાની 19 શાળાઓ જે બંધ થવાની છે તે શાળાઓ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સાથે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા યુવક કોંગ્રેસ અને આજુબાજુના ગામોના સરપંચો તેમજ વાલીઓની રજૂઆત બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે એક શાળાથી બીજી શાળા સુધી 3 કી. મી. સુધીનું અંતર હશે તે શાળાઓ ચાલુ રાખવામાં આવશે. તે પૈકી લાલપુરની 13 શાળાઓનો ફરીથી સર્વે કરવામાં આવશે.

જામનગરમાં શાળાઓ મર્જ કરવાના નિર્ણયનો વિરોધ
બાળકોને અભ્યાસ માટે પડશે મુશ્કેલીઓ

શાળાઓ મર્જ કરવાના વિરોધમાં લાલપુર તાલુકાના હરીપર ગામની તાલુકા શાળા ખાતે મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાઓ બંધ કરવાનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગામમાં આવેલી વાડી શાળાઓમાં ખેડૂતોના દીકરા-દીકરીઓ અભ્યાસ માટે જતા હોય છે. ત્યારે બાળકોને ગામમાં આવેીલ શાળામાં જ સારૂ શિક્ષણ મળી રહે છે. હવે જો આ શાળાઓ બંધ થશે તો ગામથી દૂર બીજી શાળાઓમાં બાળકોને અભ્યાસ માટે જવું પડશે તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

ABOUT THE AUTHOR

...view details