રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા જૂનાગઢ ખાતે ભવનાથની તળેટીમાં ભારત માતાના પૂજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓએ હાજરી આપી ભારત માતાની પૂજાવિધિ કરી હતી.
જૂનાગઢમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ભારત માતાના પૂજનનો કાર્યક્રમ યોજાયો - ભવનાથ
જૂનાગઢ શહેરમાં આવેલી ભવનાથની તળેટીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ભારત માતાની પૂજાના કાર્યક્રમનું આયોજાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ ભારત માતાની પૂજાવિધિ કરી હતી.
દેશભરમાં રવિવારે 71મા ગણતંત્ર પર્વની ઉજવણી થઈ હતી. ગણતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ભવનાથની તળેટીમાં ભારત માતાના પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આપણે બધા ભારત માતાના સંતાનો છીએ તેવા ભાવ સાથે ગણતંત્ર દિવસના પાવન પર્વ પ્રસંગે ભારતમાતા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ગરવા ગિરનારની ગોદમાં રવિવારે સાંજે 5 વાગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આયોજિત પૂજાવિધિ કાર્યક્રમમાં ગિરનાર મંડળના સાધુઓ અને જૂનાગઢની રાષ્ટ્રપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ભારતમાતાનું પૂજન કરી રાષ્ટ્ર પ્રત્યે પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો.