જામનગર: ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું(Global Center for Traditional Medicine) દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેના કારણે જામનગરની વૈશ્વિક ફલક પર સિદ્ધિ મળી છે. જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટી(Ayurvedic University of Jamnagar) હવે રિસર્ચ અને સંશોધનમાં વિશ્વના અન્ય દેશો સાથે જોડાઈ અને નવા આયામ પ્રાપ્ત કરશે.
પોલેન્ડના વડાપ્રધાન ભારતના પ્રવાસે - ગ્લોબલ સેન્ટરના શિલાન્યાસમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન 19 દેશોના રાજદૂતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આગામી દિવસોમાં પોલેન્ડના વડાપ્રધાન ભારતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ પણ જામનગરની મુલાકાત લેશે કારણકે પોલેન્ડ અને જામનગર વચ્ચે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે સંબંધ બંધાયા હતા તે સંબંધ આજે પણ કાયમ છે. જામનગરના રાજવીએ પોલેન્ડના 1200 નિરાશ્રિત બાળકોને આશરો(Rajvi of Jamnagar help poland children) આપ્યો હતો. જેનું ઋણ(Poland and jam Saheb relation ) આજ સુધી પોલીસ ભુલ્યો નથી. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ વખતે પણ પોલેન્ડએ જામનગરના રાજવીએ નિભાવેલ આ સંબંધના કારણે લાખો ભારતીયોને સરહદ મદદ કરી છે.
આ પણ વાંચો:Boris Johnson Gujarat Visit : આવતીકાલે UKના વડાપ્રધાન બનશે ગુજરાતના મહેમાન, એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી ભવ્ય રોડ શો યોજાશે
બંન્ને મહાનુભાવો જામનગરની મુલાકાત લેશે - યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તો યુપીના મુખ્યપ્રધાન અને પોલેન્ડના વડાપ્રધાન મેટ્યુઝ મોરાવીકી જામનગરની મુલાકાત લેશે અને ગ્લોબર સેન્ટર વિશે પણ માહિતી મેળવશે આ બંન્ને મહાનુભાવો જામનગરના રાજવી જામ સાહેબને પણ મળશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે.
આ પણ વાંચો:PM Modi Jamnagar Visit: PM Modiના સ્વાગત માટે આવેલા કલાકારોમાં અનેરો ઉત્સાહ, જાણો શું કહી રહ્યા છે
આગામી સમયમાં પધારશે શક્યતાઓ - તાજેતરની ચૂંટણીમાં યોગી આદિત્યનાથનો ભવ્ય વિજય ઉત્તર પ્રદેશમાં થયો છે. તેઓ ઉત્તર પ્રદેશના બીજી વખત મુખ્યપ્રધાન બન્યા છે. જોકે જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીને વૈશ્વિક દરજજો મળતાં હવે અનેક દેશના મહાનુભવો જામનગર પધારશે તેવી આગામી સમય માટેની શક્યતાઓ દેખાઈ રહી છે.
ઓફિસિયલી કોઈ કાર્યક્રમ જાહેર થયો નથી - બંન્ને મહાનુભાવો જામનગર આવશે(Poland PM visit in Jamnagar) તે બાબતે ITRAના ડાયરેક્ટર અનુપ ઠાકોર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે હજુ સુધી ઓફિસિયલી કોઈ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. જોકે આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા માહિતી આપવામાં આવશે ત્યારે બંન્ને મહાનુભાવોનો કાર્યક્રમ નક્કી થશે.