ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરને મળશે દિવાળી ભેટ,દેશના પ્રથમ ITRAનું ધનતેરસના દિવસે PM કરશે ઇ લોકાર્પણ - jamnagar news

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને દિવાળી પહેલાં ઘણી ભેટ આપી. જેમાં વધુ એક ભેટનો ઉમેરો થયો છે. જામનગરમાં દેશના પ્રથમ આયુર્વેદ સંસ્થાન institute of teaching and research in આયુર્વેદનું ધનતેરસના દિવસે ઈ- લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઓનલાઈનના માધ્યમથી તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ,મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતીનભાઇ પટેલ આયુષ મંત્રાલયના પ્રધાનો શ્રીયસ્સો નાયક તેમજ પ્રધાનો અને સાંસદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

જામનગરને મળશે દિવાળી ભેટ,દેશનું પ્રથમ ITRAનું ધનતેરસના દિવસે PM કરશે ઇ લોકાર્પણ
જામનગરને મળશે દિવાળી ભેટ,દેશનું પ્રથમ ITRAનું ધનતેરસના દિવસે PM કરશે ઇ લોકાર્પણ

By

Published : Nov 11, 2020, 1:58 PM IST

દેશનું પ્રથમ ITRAનું ધનતેરસના દિવસે PM કરશે ઇ લોકાર્પણ

આયુર્વેદ યુનિવર્સિટીની રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવશે

IIT અને IIM કક્ષાની વિશ્વ સ્તરીય શૈક્ષણિક સંસ્થાઓ લાભ મળશે

જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને દિવાળી પહેલાં ઘણી ભેટ આપી. જેમાં વધુ એક ભેટનો ઉમેરો થયો છે. જામનગરમાં દેશના પ્રથમ આયુર્વેદ સંસ્થાન institute of teaching and research in આયુર્વેદનું ધનતેરસના દિવસે ઈ- લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઓનલાઈનના માધ્યમથી તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ,મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતીનભાઇ પટેલ આયુષ મંત્રાલયના પ્રધાન શ્રીયસ્સો નાયક તેમજ પ્રધાનો અને સાંસદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

દેશના પ્રથમ ITRAનું ધનતેરસના દિવસે PM કરશે ઇ લોકાર્પણ
રાષ્ટ્રીય કક્ષાનો દરજજો મળતાં આયુર્વેદ યુનિવર્સિટીથી શું થશે ફાયદાતબીબી શિક્ષણ ક્ષેત્રે આયુર્વેદ નવીનતમ શિક્ષણ પદ્ધતિઓનો આકાર આપી શકશે. આયુર્વેદની તમામ શાખાઓમાં શિક્ષણ અને તાલીમ વ્યવસ્થા સુદ્રઢ બનાવી શકાશે. આયુર્વેદ ક્ષેત્રે નવી શિક્ષણ ચિકિત્સા અને શોધ પદ્ધતિ તૈયાર કરવામાં સરળતા રહેશે. અભ્યાસ અને સંશોધન પ્રક્રિયા ને વધુ ઊંડાણપૂર્વક વેગવંતી બનાવવામાં આવશે. વર્તમાન સરકાર દ્વારા તૈયાર કરેલી નવી શિક્ષણ નીતિ અને કેન્દ્રમાં રાખીને કાર્ય કરશે.


ધનતેરસના દિવસે રાજ્યપાલ અને મુખ્યપ્રધાન જામનગર આવશે

જામનગરમાં 13 નવેમ્બરના રોજ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સીટીમાં ITRAનો ઇ લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતીનભાઇ પટેલ, ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કરી અને આયુર્વેદ યુનિવર્સિટીની રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપશે જે જામનગર માટે ગૌરવની વાત છે.

કોરોનાકાળમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ઉમદા કામગીરી કરી

વિશ્વભરમાં કોરોના સંક્રમણ લોકોના મોત નિપજાવયા છે. તેમજ નવા નવા કિસ્સા વધી રહ્યા છે ત્યારે જામનગરની આયુર્વેદિક યુનિવર્સીટીમાં છેલ્લા ઘણા સમયથી નિશુલ્ક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આરોગ્ય શાખા દ્વારા ઉકાળો પહોંચાડવામાં આવ્યો છે. તેમજ ઘરે-ઘરે આયુર્વેદના ઉપચારો પણ પહોંચાડવામાં આવ્યા છે. જેના કારણે લોકોની રોગ પ્રતિકાર શક્તિમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે કારણ કે આયુર્વેદ યુનિવર્સીટીમાં સમગ્ર ઉપચાર આયુર્વેદના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે.


તો જામનગરની જી.જી હોસપીટલ સાથે આયુર્વેદ યુનિવર્સિટી કોરોના કાળમાં એમઓયુ પણ કર્યું છે અને જેના કારણે આયુર્વેદ યુનિવર્સીટીમાં કોરોનાના દર્દીઓને પણ રાખવામાં આવી રહ્યા છે. કોરોના ગ્રસ્ત દર્દીઓનું સંપૂર્ણ આયુર્વેદ ઉપચાર થી સારવાર આપવામાં આવી રહી છે. જેનું પરિણામ પણ ખૂબ ઉમદા જોવા મળી રહ્યું છે.





ABOUT THE AUTHOR

...view details