જામનગરઃ ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને સ્કૂલ ફી મામલે નિર્ણય કરવા માટે કહ્યું છે, ત્યારે જામનગર વાલીઓ સંપૂર્ણ ફી માફી થવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. જોકે જામનગરમાં વાલીગીરી નામે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આંદોલન સ્કૂલની મનમાની સામે સતત લડત આપી રહ્યું છે.
સ્કૂલ ફી મુદ્દે રાજ્ય સરકાર નિર્ણય લે, જામનગરના વાલીઓ સંપૂર્ણ ફી માફી માટે કરી માંગ - ગુજરાત સરકાર
હાલ કોરોનાની વૈશ્વિક મહામારી છે, ત્યારે છેલ્લા પાંચ મહિનાથી લોકોના ધંધા રોજગાર પણ છીનવાઈ ગયા છે. તો બીજી બાજુ ખાનગી શાળાના સંચાલકો વાલીઓ પર સતત ફીનું દબાણ કરી રહ્યા છે.
હાલ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, તો શાળા સંચાલકો વાલીઓને જણાવી રહ્યા છે કે તેમને શિક્ષકોને પગાર આપવો છે અને અન્ય ખર્ચા પણ જણાવી રહયા છે. તો બીજી બાજુ વાલીઓ આર્થિક સંકડામણમાં મુકાયા છે.
Etv ભારત સાથે વાતચીતમાં વાલીઓએ જણાવ્યું કે, ઘરમાં બે બાળકો હોય તો બન્ને બાળકો માટે અલગ મોબાઈલ લેવા પડે છે અને બાળકો ઓનલાઇન ભણી રહ્યા નથી. અમુક વિધાર્થીઓ ચાલુ કલાસે ગેમ રમવા લાગે છે. વાલીઓએ સતત મોનીટરીંગ કરવું પડે છે. હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર સ્કૂલ ફી પર શુ નિર્ણય લે છે.