- જામનગરમાં શનિવારે કોરોનાના 639 પોઝિટિવ કેસ નોંધાયા
- છેલ્લા 24 કલાકમાં 94 લોકોના થયા મોત
- મોતનો સતાવાર આંકડો રહ્યો 12
જામનગર: જિલ્લામાં શનિવારે સતત બીજા દિવસે 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 600ને પાર પહોંચ્યો છે. શહેરમાં 371 અને ગ્રામ્યમાં 268 મળી જિલ્લાનો કુલ આંકડો 639 જાહેર થયો છે. શહેરમાં 145 દર્દીઓ અને ગ્રામ્યમાં 208 દર્દીઓ રિકવર થયાં છે. ઉપરાંત શહેરમાં 4 મૃત્યુ અને ગ્રામ્યમાં 8 કેસ સત્તાવાર રીતે જાહેર થયા છે. અત્યાર સુધીનો જિલ્લાનો મૃત્યુનો સત્તાવાર આંકડો 72 થયો છે. જેમાં શહેરના 38 મોતનો આંકડો સમાવિષ્ટ છે. મૃત્યોનો આ આંકડો પાછલાં 14 મહિનાનો છે. જેની સામે શનિવારે મીડિયા રિપોર્ટ અનુસાર, માત્ર 24 કલાકમાં જામનગર જિલ્લામાં 94 કોરોના દર્દીઓનાં મોત નોંધાયા છે.
વધુ વાંચો:કોરોના સામેની લડતમાં અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશન 30 એપ્રિલ સુધી બંધ પાળશે