જામનગરઃ જામનગર જિલ્લાના નાના કલારીયા ગામે ખાણ ખનીજ વિભાગના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવી હતી. ખાણ ખનીજના વિભાગના અધિકારીઓ દ્વારા રૂપિયા 50 હજારની માંગણી કરવામાં આવતાં યુવકે ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું છે.
જામનગરમાં અધિકારીઓએ 50 હજારની માગણી કરતા યુવકે ઝેરી દવા ગટગટાવી - ખાણ ખનીજ વિભાગ
જામનગર જિલ્લાના નાના કલારીયા ગામે ખાણ ખનીજ વિભાગના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવી હતી. ખાણ ખનીજના વિભાગના અધિકારીઓ દ્વારા રૂપિયા 50 હજારની માંગણી કરવામાં આવતાં યુવકે ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું છે.
jamnagar
ઘાયલ યુવકને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. શેઠ વડાળાની બાજુમાં આવેલા નાના કલારીયા ગામના 23 વર્ષીય કિશોરભાઈ રૂડાભાઈ લુણસરીયા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના ત્રાસથી ઝેરી દવા પી લેતા તાત્કાલિક 108ની મદદથી જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાયા છે.