ગુજરાત

gujarat

ETV Bharat / city

Mobile Found In Jamnagar Jail : જામનગર જિલ્લા જેલમાંથી મોબાઇલો મળ્યાં, જાણો ક્યાંથી અને કોની પાસેથી મળ્યાં

જામનગરની જિલ્લા જેલમાંથી એક નહીં, બે નહીં ચાર મોબાઈલો મળી આવતાં જેલ તંત્રમાં તપાસનો ધમધમાટ મચી ગયો (Mobile Found In Jamnagar Jail) છે. આ મોબાઈલ કયાથી જેલમાં આવ્યા? તે પ્રશ્ન સૌથી મોટો છે.

Mobile Found In Jamnagar Jail : જામનગર જિલ્લા જેલમાંથી મોબાઇલો મળ્યાં, જાણો ક્યાંથી અને કોની પાસેથી મળ્યાં
Mobile Found In Jamnagar Jail : જામનગર જિલ્લા જેલમાંથી મોબાઇલો મળ્યાં, જાણો ક્યાંથી અને કોની પાસેથી મળ્યાં

By

Published : Jan 31, 2022, 2:02 PM IST

Updated : Jan 31, 2022, 4:59 PM IST

જામનગરઃ જામનગર જિલ્લા જેલમાંથી વધુ ચાર મોબાઈલ (Mobile Found In Jamnagar Jail)મળી આવતા ચકચાર મચી ગઇ છે આ મોબાઇલો 4 નંબરના યાર્ડના 4 અને 5 નંબરના બેરેકમાંથી મળી આવ્યાં છે.

કેદીઓ સામે પોલીસ ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી શરૂ

ચાર કેદીઓના કબજામાંથી મળ્યા મોબાઈલ ફોન

કેદીઓ પાસેથી મળી આવેલા આ ચાર મોબાઇલોમાં બે મોબાઈલ બાથરૂમના પગથિયાં નીચેથી અને બે ફોન કેદીના બિસ્તર તેમજ થેલામાંથી (Mobile Found In Jamnagar Jail)મળ્યા છે. જેલ સ્ટાફના ચેકીંગ દરમિયાન (Jamnagar jail staff checking) મોબાઈલ મળતા (Mobiles recovered from Jamnagar District Jail 2022 ) ચારેય સામે સિટી એ ડિવિઝનમાં ફરિયાદ કરી છે.

આ પણ વાંચોઃ Vadodara Central Jail: વડોદરા સેન્ટ્રલ જેલની સુરક્ષા સામે સવાલ, આરોપીઓના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ

થોડા દિવસ પહેલાં પણ મળ્યાં હતાં મોબાઈલ

જિલ્લા જેલમાં થોડા દિવસ પહેલાં પણ ચેકીંગ (Jamnagar jail staff checking) દરમિયાન મોબાઈલ મળી (Mobile Found In Jamnagar Jail)આવ્યાં હતાં. જેલના 17 કેદીઓ પણ કોરોના પોઝિટિવ થયા હતાં ત્યારે તંત્ર ધંધે લાગ્યું હતું. તો આજે ફરી મોબાઈલ મળી આવતા જેલ તંત્રમાં ફરી ચકચાર મચી ગઇ છે. જેલરે ચાર કેદીઓ સામે પોલીસ ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચોઃ સાબરમતી જેલમાં મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત, 4 ફોન અને ચાર્જર મળી આવ્યાં

Last Updated : Jan 31, 2022, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details