- રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 'ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ' કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો
- ચાલુ હવન કુંડ સાથેની 12 ઉંટ ગાડીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી વાતાવરણને વિષાણું મુક્ત કરશે
- ગાયત્રી શક્તિપીઠની આ અભિનંદનીય પહેલ : ધર્મેન્દ્રસિંહ જાડેજા
જામનગર : ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા આયોજિત ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞના નિયોજનને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે લડી રહ્યું છે, ત્યારે સમગ્ર ભારત દેશ ગુજરાત તથા આપણું જામનગર આ મહામારીમાંથી મુક્તિ મેળવે તેવા શુભ હેતુસર ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા સમગ્ર શહેરમાં હજારોની સંખ્યામાં ગાયત્રી હવન કરવાનું આયોજન થઈ રહ્યું છે.
આ પણ વાંચો: જામનગરમાં એસટી વિભાગ દ્વારા કોરોનામા મૃત્યુ પામેલા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
જામનગરમાં વધેલા કોરોનાના કેસને પગલે ગાયત્રી યજ્ઞ
સનાતન ધર્મમાં ગાયત્રી મંત્ર તથા ગાયત્રી હવનને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલો પણ જણાવે છે કે, ગાયત્રી મંત્ર તથા ગાયત્રી હવનથી કોરોના વાઈરસનો ચેપ બેઅસર બને છે, ત્યારે ગાયત્રી પરિવારના તે દિશામાં હાથ ધરાયેલા આ સુંદર આયોજનને પ્રધાનએ અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં વધુ જામનગરવાસીઓ આ પ્રવૃત્તિમાં જોડાય તેવી અપીલ કરી હતી.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારે DAP ખાતર પર જાહેર કરાયેલી 140 ટકાની સબસિડીને રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આવકારી