- વાવાઝોડા પહેલા ખેડૂતોને કરવામાં આવ્યા હતા સાવધાન
- સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ ખેડૂતોને મેસેજ કરીને જાગૃત કરાયા
- તેલેબિયા અને બાજરીના પાકમાં પણ નુક્સાન જોવા મળી રહ્યું છે
જામનગરઃ કૃષિ વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહીના પગલે અગાઉથી ખેડૂતોને એલર્ટ કરી દેવાતા ગ્રામ્ય પંથકમાં મોટાભાગના પાકને બચાવવામાં સફળતા મળી છે. જામનગરમાં કૃષિ વિભાગ દ્વારા 77,750 જેટલા ખેડૂતોને અગાઉ SMSના માધ્યમથી વાવાઝોડાની તકેદારી માટે જાણ કરવામાં આવી હતી.
થોડી ઘણી બાજરી અને તલના પાકને નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે
ખેડૂતોને SMSના માધ્યમથી જાગૃત કરાતા તેઓએ પોતાનો પાક બચાવ્યો હતો. પરંતુ ક્યાંકને ક્યાંક ભારે પવનની અસરના કારણે કહી શકાય કે, થોડી ઘણી બાજરી અને તલના પાકને નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે.