- કોરોનાને કારણે લાગુ કરવામાં આવ્યા હતા નિયંત્રણો
- રાજ્યમાં કોરોના કેસ ઘટતા ગુરૂવારે જ અપાઈ છૂટછાટ
- જામનગરમાં પ્રથમ દિવસે જોવા મળી લોકોની છૂટ
જામનગર: રાજ્ય સરકારે આંશિક છૂટછાટમાં વધારો કર્યો છે. જેના કારણે શુક્રવારથી જામનગરમાં વેપારીઓએ સવારે 9 વાગ્યાથી દુકાનો ખોલી હતી. જામનગરની મુખ્ય બજાર ગણાતી ગ્રેઇન માર્કેટ તેમજ બર્ધન ચોકમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે રાજ્યમાં આંશિક લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના 3 સપ્તાહ બાદ આંશિક છૂટછાટોમાં વધારો કરવામાં આવ્યો છે.