ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરની ખાખરા ક્વિન બીજલબા જાડેજાએ, 25 મહિલાઓને બનાવી આત્મનિર્ભર જાણો કઇ રીતે... - મહિલા આત્મનિર્ભર

જામનગરમાં બીજલબા જાડેજા નામની મહિલા ખાખરાનો ગૃહ ઉદ્યોગ (Khakhra housing industry) ચલાવી રહ્યા છે. જેમાં 25 મહિલાઓને આત્મનિર્ભર (Women self reliant) કરી એક બેસ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જામનગરની ખાખરા કવિન બીજલબા જાડેજા, 25 મહિલાઓને બનાવી આત્મનિર્ભર
જામનગરની ખાખરા કવિન બીજલબા જાડેજા, 25 મહિલાઓને બનાવી આત્મનિર્ભર

By

Published : Feb 11, 2022, 12:46 PM IST

Updated : Feb 11, 2022, 5:42 PM IST

જામનગર:કહેવાય છે કે નારી તું નારાયણી, ભારતની મહિલા જરૂર પડ્યે દેશ માટે હથિયાર પણ ઉપાડી શકે છે અને જરૂર પડ્યે પગભર બની પરિવારની જવાબદારી પણ ઉપાડી શકે છે. આવી જ એક મહિલા છે જામનગરમાં રહેતા બીજલબા જાડેજા જેઓ ખાખરાનો ગૃહ ઉદ્યોગ (Khakhra housing industry) ચલાવી રહ્યા છે. એટલું જ નહીં તેમની સાથે આજે 25 મહિલાઓ કામ કરી પગભર (Women self reliant) બની છે. બીજલબેને શૂન્યમાંથી શરૂઆત કરી હતી અને આજે સફળતા મેળવી છે. તેમને ત્યાં કામ કરતી મહિલાઓનું કહેવું છે કે બીજલબેનના કારણે અમારા બાળકો ઈંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરે છે.

જામનગરની ખાખરા કવિન બીજલબા જાડેજા, 25 મહિલાઓને બનાવી આત્મનિર્ભર

25 મહિલોઓને બીજલબા આપી રહ્યા છે રોજગારી

બીજલબા જણાવ્યું હતું કે, તેમની સફળતા પાછળ તેમના સાસુ, પતિ અને બહેનનો હાથ છે. શરૂઆતમાં પરિવારના ત્રણ સભ્યોએ સાથે મળી કરી હતી. ધીમે ધીમે બિઝનેસ સારો ચાલવા લાગ્યો અને આજે તેમને ત્યાં 25 મહિલાઓ જોડાઈ અને આર્થિક રીતે પગભર બની છે. બીજલબેનના પતિનું કહેવું છે કે, તેઓએ 10 વર્ષ પહેલા શરૂઆત કરી હતી આજે તેમના ખાખરા સુરત, કચ્છ, ચેન્નાઇ સહીત અનેક શહેરોમાં એક્સપોર્ટ થાય છે.

આ પણ વાંચો:વાંસની રાખડી બનાવી આદિવાસી મહિલાઓ બની આત્મનિર્ભર

મહિને 35થી 40 હજારનું ટર્ન ઓવર

પહેલા માત્ર ત્રણ મહિલાથી કરેલો આ ગૃહ ઉદ્યોગ આજે 25 જેટલી મહિલાઓને આર્થિક રીતે સદ્ધર કરવા માટે સફળ રહ્યો છે. મહિને 35 થી 40 હજારનું ટર્ન ઓવર પણ કરે છે. બીજલબાની પુત્રીએ જણાવ્યું હતું કે, તેના અભ્યાસમાં તેના માતા પિતાનો સિંહ ફાળો છે. જેના કારણે તે કોલેજ અને UPSC સુધીનો ખર્ચ ખાખરા ગૃહ ઉદ્યોગમાંથી જ મળી રહ્યો છે.

આ પણ વાંચો:PM Modi in Prayagraj : મહિલા શક્તિનું સન્માન કરી આત્મનિર્ભર ભારત અભિયાનની ચેમ્પિયન્સ ગણાવી

25 મહિલોઓને બનાવી આત્મનિર્ભર

માત્ર ત્રણ લોકોથી શરૂ કરેલ આ ગૃહ ઉદ્યોગ આજે 25 પરિવારને ઉપયોગી બની રહ્યો છે. તો અહીં વિધવા મહિલાઓ પણ કામ કરી રોજગારી મેળવી પગભેર બની રહી છે. એક બાજુ રોજગારીનું પ્રમાણ ઘટી રહ્યું છે તો બીજી બાજુ જામનગરની બીજલ બા પોતે તો આત્મનિર્ભર બન્યા સાથે અન્ય 25 મહિલાઓને પણ આત્મનિર્ભર કરી એક બેસ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Last Updated : Feb 11, 2022, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details