- જી.જી.હોસ્પિટલ સામે પાન અને ઠંડાપીણાની 12 દુકાનો સીલ
- તમામ દુકાનો ત્રણ દિવસ માટે સીલ કરવામાં આવી છે
- અગાઉ પણ દુકાનદારોને નોટિસ પાઠવવામાં આવી હતી
જામનગર: કોરોનાએ કાળો કહેર વર્તવાતા તંત્રને નિયમોની કડક અમલવારી કરાવવાની ફરજ પડી છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સના ભંગ માટે જી.જી.હોસ્પિટલ સામે પાન અને ઠંડાપીણાની 12 દુકાન ત્રણ દિવસ માટે સીલ કરવામાં આવી છે. જો કે, હજુ શહેરના ગીચ વિસ્તારોમાં દુકાનો પર ભીડ સામે તંત્ર મૂક પ્રેક્ષક બની રહેતા અનેક સવાલ ઉઠયા છે.
પાન મસાલાની 12 દુકાનો સીલ આ પણ વાંચો:કોરોના ગાઇડલાઇનનું પાલન નહિ કરો તો દુકાનો સીલ કરશુંઃ મનપા કમિશનર
જામનગરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે
જામનગરમાં ફરી કોરોના સંક્રમણે માઝા મૂકતા કેસ મોટી સંખ્યામાં ફેલાઇ રહ્યા છે. જેના કારણે શહેરમાં નિયમોની કડક અમલવારી તંત્રએ શરૂ કરાવી છે. જેના પગલે શુક્રવારે બપોર બાદ જી.જી.હોસ્પિટલ સામે આવેલી 12 પાન અને ઠંડાપીણાની દુકાનો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના અભાવે સીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:બાલાસિનોર નગરપાલિકાએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતી 5 દુકાનો સીલ કરી
સમગ્ર શહેરમાં તમામ જગ્યાએ કાર્યવાહી કરવામાં આવશે
શહેર મામલતદાર એસ. નદાણીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ દુકાનોની સિલિંગ પ્રક્રિયામાં જોડાયા હતા. જો કે, અગાઉ મહાનગર પાલિકા તેમજ વહીવટી તંત્રની ટીમ દ્વારા હોસ્પિટલની સામે આવેલી પાન મસાલાના દુકાનદારોને નોટિસ પાઠવવામાં આવી હતી.