જામનગર : મહાનગરપાલિકામાં આજ રોજ જનરલ બોર્ડ ટાઉનહોલ ખાતે યોજાઈ હતી.જનરલ બોર્ડમાં શાસક પક્ષ અને વિરોધપક્ષના સભ્યો હાજર રહ્યા હતા.જો કે ટાઉનહોલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.
જામનગર કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોરોનાગ્રસ્ત, જનરલ બોર્ડમાં રહ્યા હતા હાજર - jamnagarnews
જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ટાઉનહોલ ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જનરલ બોર્ડમાં શાસક પક્ષ અને વિરોધપક્ષના સભ્યો હાજર રહ્યા હતા. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીનો રેપીડ ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
જામનગર
રેપીડ ટેસ્ટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી જનરલ બોર્ડમાં હાજર રહેતા અન્ય નગરસેવકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે.
હાલ ચેરમેનની ડોકટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જોશી સમગ્ર જનરલ બોર્ડમાં હાજર રહ્યા હતા. જેના કારણે અન્ય સભ્યો પણ મુશ્કેલીમાં મુકાયા છે. સુભાષ જોશીની સાથે જ જે લોકો મળ્યા છે. તેઓ પણ ભય અનુભવી રહ્યા છે.