- ધ્રોલ સરકારી હોસ્પિટલમાં વેક્સિનની અછત
- લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો
- અર્બન હેલ્થ સેન્ટરમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવો જોઈએ
જામનગરઃ ધ્રોલની સરકારી હોસ્પિટલ તથા અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિનની અછત ઉભી થતા લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો.
બે દિવસથી વેક્સિનની અછત, લોકો ધક્કા ખાઈ રહ્યા છે
એક બાજુ કોરોનાની મહામારી દિવસે દિવસે વધી રહી છે. જામનગર શહેર અને જિલ્લામાં સતત વધતા કોરોનાના કેસ વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય બન્યા છે, તો બીજી બાજુ ધ્રોલમાં સરકારી હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં છેલ્લા બે દિવસથી કોરોનાની વેક્સિનની અછત ઉભી થઇ હતી. વેક્સિન લેવા આવેલા લોકોને બે દિવસથી હોસ્પિટલના ધક્કા ખાઇ વેક્સિન લીધા વગર ઘરે જવું પડે છે.
આ પણ વાંચોઃકોરોના વેક્સીન માટે આરોગ્ય વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર