- જામનગરમાં ગોઝારો અકસ્માત
- આહીર પરિવારની બે મહિલાઓના અકસ્માતે મોત નીપજ્યાં
- બે પુરુષ અને એક બાળક ગંભીર ઇજાગ્રસ્ત
જામનગરઃ જામનગરમાં ગુરુવાર ગોઝારો બન્યો છે. જેમાં એક આહીર પરિવારનો કાર અકસ્માત સર્જાયો હતો, તેમાં બે મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો. મોડપર પાટીયા પાસે થયેલો આ અકસ્માત વહેલી સવારે થયો હતો. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે દોડી આવેલાં સ્થાનિકોએ 108ને જાણ કરી હતી.
એક જ પરિવાર બન્યો ભોગ
જામનગર 108ના સ્ટાફે રેસ્ક્યુ કરી કારમાં ફસાયેલાં બાળક તેમજ બે પુરુષોને બહાર કાઢ્યાં હતાં અને તાત્કાલિક તમામ દર્દીઓને સારવાર માટે જી જી હોસ્પિટલમાં લવાયાં છે. આ ત્રણેય લોકો ગંભીરપણે ઇજાગ્રસ્ત થયાં છે. આ પરિવાર દેવભૂમિ દ્વારકાથી જામનગર મકાનના વાસ્તુપ્રસંગે પોતાના સ્વજનોને ત્યાં આવી રહ્યો હતો, ત્યારે વહેલી સવારે કારચાલકે કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો.
જામનગરમાં બે અલગ આલગ અકસ્માત સર્જાયાં, બે મહિલાના મોત થયાં ઇજાગ્રસ્ત નારણભાઈ પરબતભાઇ કરગિયા, સુમિત નારણભાઇ કરગિયાને તાત્કાલિક સારવાર માટે લવાયાં છે તો બંને મૃત મહિલાઓના મૃતદેહને પીએમ માટે જી જી હોસ્પિટલમાં લવાયાં છે.
અન્ય એક અકસ્માત જિલ્લામાં આજે બીજો એક અકસ્માત પણ બન્યો હતો. જેમાં મેઘપર પાટીયા પાસે બાઈક અને બલેનો કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનાની મળતી વિગત પ્રમાણે પૂરરઝડપે આવી રહેલી કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે લોકોને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં લવાયાં છે.
આ બંને અકસ્માતમાં કારચાલકોને ગંભીર ઇજા પહોંચી છે. જો કે, તાત્કાલિક સારવાર આપવામાં આવતાં તમામ ઘાયલોની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.