- જામનગરના વેપારીઓએ આશિક રાહતમાં સમય વધારવાની કરી માગ
- ટૂંકો સમય હોવાથી લોકોની ભીડ વધુ થઈ રહી છે એકઠી
- સરકારે સવારમાં 9 કલાકથી બપોરના 3 સુધી આપી છે છૂટછાટ
જામનગરઃ જામનગર જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં શરૂઆતમાં 700 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યાં હતાં. ત્યારે સરકાર દ્વારા મીની લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુની દુકાનો લોકો માટે ખુલ્લી રાખવામાં આવી હતી. ત્યારે ગઈકાલે સરકાર દ્વારા આંશિક લોકડાઉનમાં છૂટછાટની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી તમામ દુકાનો, વેપાર ધંધા લારીગલ્લા, કોમ્પલેક્સમાં આવેલી દુકાનો ખુલ્લી રાખવા માટે સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ સરકારે આપી વેપારીઓને રાહત, નાના વેપારીઓ કરી શકશે ધંધા
જામનગરના વેપારીઓમાં જોવા મળી રહી છે નારાજગી
વેપારીઓમાં ક્યાંકને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વેપારીઓ માગ કરી રહ્યા છે કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની જેમ તમામ વેપાર ધંધાઓ સાંજના 8 વાગ્યા સુધી ખુલ્લા રાખવા છૂટ આપવી જોઈએ. અડધા દિવસના વેપાર-ધંધામાં લોકોની ભીડ મોટી સંખ્યામાં એકત્રિત થતી હોવાથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. ત્યારે વેપારીઓ માગ કરી રહ્યાં છે કે તમામ વેપાર ધંધા સાંજના આઠ વાગ્યા સુધી ખુલ્લા રાખવા જોઈએ. જેથી લોકોની ભીડ ઓછી થશે અને કોરોના સંક્રમણમાં ઘટાડો થશે.