ગુજરાત

gujarat

ETV Bharat / city

અંડર 19 મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જોવા મળશે જામનગરનો દબદબો, 7 ખેલાડીઓનું થયું સિલેક્શન - Under 19 Domestic Women Cricket Tournament

અન્ડર 19 ડોમેસ્ટિક મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરની સાત ખેલાડીઓ સિલેક્ટ થઈ છે. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 19 Domestic Women Cricket Tournament, cricket calendar 2022, women cricket match.

અંડર 19 મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જોવા મળશે જામનગરનો દબદબો, 7 ખેલાડીઓનું થયું સિલેક્શન
અંડર 19 મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જોવા મળશે જામનગરનો દબદબો, 7 ખેલાડીઓનું થયું સિલેક્શન

By

Published : Aug 27, 2022, 11:16 AM IST

Updated : Aug 27, 2022, 12:58 PM IST

જામનગર :ગુજરાતની ધરતી એ દેશને અનેક ફિલ્મી સિતારા તેમજ (cricket calendar 2022) ક્રિકેટરો આપ્યા છે. જેમાં જામનગરના રવિન્દ્ર જાડેજાએ હાલ ઓલ રાઉન્ડર તરીકે ભારતીય ટીમમાં સારી ભૂમિકા ભજવી રહ્યા છે જેનું જામનગર વાસીઓ સહિત ગુજરાતના લોકો પણ ગૌરવ અનુભવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર અન્ડર 19 ડોમેસ્ટિક મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરની સાત ખેલાડીઓ સિલેક્ટ થઈ છે. જેને લઈને ક્રિકેટ (Cricket lover in India) પ્રેમીઓમાં માટે ગૌરવ સમાન છે.

અંડર 19 ડોમેસ્ટિક મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જોવા મળશે જામનગરનો દબદબો, 7 દિકરીઓનું થયું સિલેક્શન

આ પણ વાંચોદેશને ખ્યાતિ અપાવવામાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ ક્રિકેટરોનો ફાળો હોવા છતા કરવો પડી રહ્યો છે આવો સંઘર્ષ

જામનગરનું નામ રોશન કરીએ રાબીયા સમાએ જણાવ્યું હતું કે, અમે જામનગર ડિસ્ટ્રિક્ટ એસોસિએશનમાં પ્રેક્ટિસ કરીએ છીએ. કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસેથી તાલીમ મેળવીએ છીએ. સાત છોકરીઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ (Jamnagar Seven players cricket select) એસોએશનમાં સિલેક્ટ થયા છીએ. અમારી સિનિયર ટીમ છે તેમાં પણ સૌરાષ્ટ્રની સાત છોકરીઓ છે. અમારા બધાનું સપનું છે કે અમે જામનગરનું નામ રોશન કરીએ ઉલ્લેખનીય છે કે કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે તાલીમ લીધેલ આ ખેલાડીઓ સતત ત્રીજા વર્ષે પસંદગી પામીને હેટ્રિક લીધેલ છે. જે જામનગર શહેર જિલ્લા ક્રિકેટ પ્રેમીઓમાં માટે ગૌરવ સમાન છે.

આ પણ વાંચોશ્રીલંકાની સ્થિતિ સામાન્ય બની છે, ફરવા આવવા પ્રવાસન પ્રધાન હરીન ફર્નાન્ડોનું આહ્વાન

ક્રિકેટનું કાશી ક્રિકેટ નું કાશી જામનગરે દેશને અનેક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની ભેટ આપી છે. ત્યારે આગામી તારીખ 1લી સપ્ટેમ્બરથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સંચાલિત અન્ડર 19 ડોમેસ્ટિક મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરની સાત ખેલાડીઓ સીલેકટ થઈ છે. જામનગરના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે તાલીમ લઈને કાઠું કાઢનાર જામનગરની સાત ખેલાડીઓ માહિનૂર ચૌહાણ, અનુષ્ઠા ગોસ્વામી, પ્રિતિકા ગોસ્વામી, શ્રુતિ જાડેજા, ખુશી ભીંડી, તેહસીન ચૌહાણ, રાબીયા સમાની પસંદગી થઈ છે. અન્ડર 19 ડોમેસ્ટિક વુમન ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરની સાત ખેલાડીઓ સિલેક્ટ થતા ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Jamnagar selected Under 19 Domestic Women Cricket, Under 19 Domestic Women Cricket Tournament, under 19 cricket

Last Updated : Aug 27, 2022, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details