ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં પોલીસે સઘન કર્યું ચેકિંગ, સતર્કતા વધારવા યોજાઈ મોકડ્રીલ - જામનગર ક્રાઈમ

જામનગર જિલ્લા પોલીસવડા દીપન ભદ્રનના આદેશથી એલસીબી પીઆઈ કે.જી. ચૌધરી અને એસઓજી પીઆઈ એસ.એસ. નીનામાના વડપણ હેઠળ શહેરના તમામ પોલીસ સ્ટાફ દ્વારા મુખ્ય માર્ગો તેમજ જામનગર શહેર સાથે જોડાયેલા અને ધોરીમાર્ગ તરફ જતા રસ્તાઓ પર સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.

ગુનાખોરીમાં સપડાયેલાં જામનગરમાં પોલીસે જામનગરમાં સઘન કર્યું ચેકિંગ, સતર્કતા વધારવા યોજાઈ મોકડ્રિલ
ગુનાખોરીમાં સપડાયેલાં જામનગરમાં પોલીસે જામનગરમાં સઘન કર્યું ચેકિંગ, સતર્કતા વધારવા યોજાઈ મોકડ્રિલ

By

Published : Oct 31, 2020, 5:01 PM IST

  • જામનગર પોલીસે શહેરમાં જુદી-જુદી જગ્યાએ સઘન ચેકિંગ હાથ ધર્યું
  • મોકડ્રીલ જેવો ચક્રવ્યૂહ ગોઠવ્યો પોલીસે
  • જામનગર એસપી દીપન ભદ્રનની ટીમે ચેકિંગ વધાર્યું

    જામનગરઃ જામનગર જિલ્લા પોલીસવડા દીપન ભદ્રનના આદેશથી એલસીબી પીઆઈ કે.જી. ચૌધરી અને એસઓજી પીઆઈ એસ.એસ. નીનામાના વડપણ હેઠળ શહેરના તમામ પોલીસ સ્ટાફ દ્વારા મુખ્ય માર્ગો તેમ જ જામનગર શહેર સાથે જોડાયેલા અને ધોરીમાર્ગ તરફ જતા રસ્તાઓ પર સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.
    જુદી જુદી ટીમો બનાવી શહેરમાં રાખવામાં આવી રહી છે વોચ


    • જામનગરમાં અનિચ્છનીય બનાવ બને તે પહેલાં સઘન ચેકીંગ

    એક જાતની મોકડ્રિલ જેવા જ ગોઠવવામાં આવેલા ચક્રવ્યૂહમાં જામનગરમાં જો કોઈ તે પ્રકારનો અનિચ્છનિય બનાવ બને તો વહેલામાં વહેલી તકે એટલે કે કેટલી મિનિટોમાં શહેરને લોક કરી શકાય તે પ્રકારની સતર્કતા કેળવવા માટે અભ્યાસ કાર્યક્રમ શરૂ કરાયો છે. તેના અંતર્ગત ગઈકાલ સાંજથી જામનગર શહેરના મુખ્ય માર્ગો, શેરી-ગલીઓમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. મોટાભાગના વાહનોની પોલીસ તલાશી લઈ રહી છે. મોટર કે અન્ય માલવાહક વાહનોને સઘન રીતે ચકાસવામાં આવી રહ્યાં છે. સિટી ડીવાયએસપી નીતેશ પાંડેના સઘન માર્ગદર્શન હેઠળ પોલીસ સતર્ક બની આ કવાયતને યથાવત રાખવામાં આવી છે
    મુખ્ય માર્ગો તેમ જ જામનગર શહેર સાથે જોડાયેલા અને ધોરીમાર્ગ તરફ જતા રસ્તાઓ પર સઘન ચેકીંગ શરુ કરવામાં આવ્યું છે.


    • જુદી જુદી ટીમો બનાવી શહેરમાં રાખવામાં આવી રહી છે વોચ
    જામનગર શહેરમાં જ્યારથી એસપી દીપેન ભદ્રેન આવ્યાં છે ત્યારથી કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થયો છે. ખાસ કરીને ભુમાફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. મોટાભાગના ભુમાફિયાઓનો જેલ હવાલે કરવામાં આવ્યા છે. તો શહેરમાં દારૂ કે ગેરકાયદે રિવોલ્વર કે અન્ય વસ્તુઓ ઘૂસાડવામાં ન આવે તેના પર નજર રાખવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details