- જામનગરના નવા ગામ ઘેડમાં વિરોધની ઘટના
- અધિકારીઓને લોકો અને કોર્પોરેટરે માનવસાંકળમાં ભીડવ્યાં
- ભૂગર્ભ ગટરનું કામ અધૂરું મૂકાતાં ભારે હોબાળો
- વિવેકાનંદ સોસાયટીમાં ક્યારે થશે ભૂગર્ભ ગટરનું કામ
જામનગરઃ સ્થાનિક માગ કરી રહ્યાં છે કે તેઓ સમયસર વેરો ભરતા હોવા છતાં પણ તેમને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી અને જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે ખોટા વચનો આપી જે તે રાજકીય પક્ષો તેમના મતો લઈ જાય છે. વિવેકાનંદ સોસાયટીમાં ભૂગર્ભ ગટર ન હોવાના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. તેમ જ ઉભરાતી ગટરથી ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. સાથે સાથે નાના બાળકોમાં રોગનું પ્રમાણ પણ વધ્યું છે.
• બે દિવસમાં કામ શરૂ નહીં થાય તો સ્થાનિકો કરશે અનોખો વિરોધ
જો આગામી બે દિવસમાં વિવેકાનંદ પાર્ક સોસાયટીમાં ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરવામાં નહીં આવે તો સ્થાનિકોને સાથે રાખી બંને કોર્પોરેટર ગાંધીચીધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
જામનગરના નવા ગામ ઘેડમાં લોકોએ માનવ સાંકળ બનાવી અધિકારીઓને બંદીવાન બનાવ્યા
કોર્પોરેટર રચના નંદાણીયા અને કોર્પોરેટર આનંદ ગોહિલ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વિવેકાનંદ સોસાયટીમાં ભૂગર્ભ ગટરના કામ માટે રજૂઆત કરવામાં આવી હતી. જોકે વર્ષના એન્ડમાં ભૂગર્ભ ગટરનું કામ તો મંજૂર થયું. પણ કોન્ટ્રાક્ટર અડધું કામ છોડીને ચાલ્યાં ગયાં હતાં અને કોર્પોરેટરોએ સ્થાનિકોને સાથે રાખી ભારે હોબાળો મચાવ્યો હતો.
જામનગર: લોકોએ નવા ગામ ઘેડમાં માનવ સાંકળ બનાવી અધિકારીઓને ભીડવ્યાં