- જામનગરમાં કોણ બનશે મેયર?
- ભાજપના અગ્રણી નેતાઓનું લોબિંગ શરુ
- બીના કોઠારી બનશે જામનગરના મેયર?
જામનગરઃ જામનગર મહાનગરપાલિકામાં મેયરની બેઠક આ વખતે મહિલા માટે અનામત છે. મેયરની રેસમાં સિનિયર મહિલા આગેવાન બીનાબેન કોઠારીનું નામ સૌથી આગળ છે. જો કે બીજું નામ અલકાબા જાડેજાનું પણ બહાર આવી રહ્યું છે. જોકે 12 માર્ચે જામનગર મહાનગરપાલિકાના મેયર નામની જાહેરાત કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જામનગર મહાનગરપાલિકામાં બીનાબેન કોઠારી મેયર બનશે.
13મીએ જ મનપામાં ચૂંટાયેલા નગરસેવકો સાથે કરશે બેઠક
12 તારીખે મેયરની વરણી કરવામાં આવશે અને 13 તારીખે તમામ મહાનગરપાલિકામાં ચૂંટાયેલા નગરસેવકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવશે. બાદમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ ડેપ્યૂટી મેયર વગેરેના નામની પણ જાહેરાત કરવામાં આવશે. ડેપ્યૂટી મેયરની રેસમાં ધર્મરાજસિંહ જાડેજાનું નામ સૌથી આગળ છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે બીજી વખત દિવ્યેશ અકબરી આવે તેવી શક્યતા છે.