- અમરેલીમાં તૌકતે વાવાઝોડાથી ઘણું નુકસાન પહોંચ્યું
- જામનગરની ફાયર અને ગાર્ડન શાખાની 2 ટીમ અમરેલી પહોંચી
- જામનગરના મ્યુનિસિપલ કમિશનરે બંને ટીમ અમરેલી મોકલી
જામનગરઃ સમગ્ર ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની ગંભીર અસર જોવા મળી હતી. તો બીજી તરફ અમરેલી જિલ્લામાં પણ મોટું નુકસાન થયું હતું. અમરેલીમાં વિવિધ જિલ્લા અને શહેરમાંથી બચાવ કામગીરી કરવા માટે ટીમ આવી રહી છે. ત્યારે જામનગરના મ્યુનિસિપલ કમિશનરે પણ ફાયર અને ગાર્ડન શાખાની 2 ટીમ રાહત કામગીરી માટે રાજુલા મોકલી હતી.
આ પણ વાંચો-તૌકતે વાવાઝોડાએ સર્જેલા વિનાશને પહોંચી વળવા ગુજરાતને રૂપિયા 1 હજાર કરોડની સહાય
તૌકતે વાવાઝોડાને પગલે મદદ માટે ટિમ મોકલાઈ
આ અંગેની વિગતો જામનગરના આસિસ્ટન્ટ કમિશનર ભાર્ગવ ડાંગરે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં તૌકતે વાવાઝોડાથી વધુ નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકારની સૂચના અનુસાર, જામનગર મહાનગરપાલિકાની બે ટીમને તમામ સામગ્રી સાથે અમરેલીના રાજુલા ખાતે રાહત અને બચાવ કામગીરીમાં ફરજ બજાવવા રવાના કરવામાં આવી છે.
આ પણ વાંચો-માંડવી,માંગરોળ અને ઉમરપાડા તાલુકાના 100 ગામોમાં કોવિડ રાહત કીટનું કરાયું વિતરણ
અમરેલી જિલ્લામાં વાવાઝોડાની અસર
આ ટીમમાં બે ફાયર સ્ટેશન ઓફિસર, 1,000 જેટલા ફૂડ પેકેટ, 2 વાહનો, 6 ટ્રી-કટર તથા ટ્રી-કટિંગ અંગેની અન્ય સામગ્રી સાથે રાખવામાં આવી છે. તેમ જ ફાયર તથા ગાર્ડન વિભાગના કુલ 10 કર્મચારીઓ રાજુલા ખાતે જિલ્લા કલેક્ટર અમરેલીના સંકલનમાં રહીને શુક્રવારથી રાહત કામગીરીમાં જોડાશે.