જામનગર - જામનગર શહેરમાં આજે સવારે એસ.ટી. ડેપો નજીક કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલ સહિત તમામ ચીજવસ્તુઓના ભાવોમાં તોતિંગ ઉછાળો આવતા મોંઘવારી સંદર્ભે ધરણા અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ (Jamnagar Congress Protest )યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન મહિલા કોર્પોરેટરે ઘેનની ટીકડીઓ ખાઈ લેતા (woman corporator swallowed the pills)સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ – ડીઝલ સહિતની ચીજવસ્તુઓના તોતિંગ ભાવ વધારાના વિરોધમાં ધરણાં અને પ્રદર્શન (Congress's anti-inflation program)યોજવામાં આવી રહ્યાં છે. છેલ્લાં ત્રણ દિવસથી કોંગ્રેસ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરૂધ્ધ ધરણાં યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં.
મોંઘવારી વિરોધ કાર્યક્રમ દરમિયાન બની ઘટના -આ કાર્યક્રમ અંતર્ગત આજે સવારે જામનગર શહેરમાં એસ.ટી. ડેપો પાસે શહેર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા તથા કોર્પોરેટરો અને હોદ્દેદારો દ્વારા મોંઘવારીના વિરોધમાં ધરણાં અને પ્રદર્શન યોજાયું હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વોર્ડ નં.4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ (Jamnagar Congress Corporator Rachna Nandaniya)ધરણા દરમિયાન મીડિયાની ઉપસ્થિતિમાં જ ઘેનની ટીકડીઓ ખાઈ લેતા ભાગદોડ મચી ગઈ હતી . તેમનેે તાત્કાલિક વાહનમાં કોર્પોરેટરને હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.