જામનગરઃ જિલ્લાની જી.જી. હૉસ્પિટલના ICU વિભાગમાં મંગળવારે બપોરના સમયે અચાનક આગ લાગી હતી. જેના કારણે હોસ્પિટલમાં દોડધામ મચી હતી. જોતજોતામાં આગની ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ આગની ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. વોર્ડમાં દાખલ તમામ દર્દીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તેમજ ફાઇર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃજામનગરની જી. જી. હૉસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ, દર્દીઓનું રેસ્ક્યૂ કરાયું
- જી.જી. હૉસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ શર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે.
હોસ્પિટલમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટશર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટના કઇ રીતે ઘટી, તે અંગે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.
જીજી હૉસ્પિટલ આગકાંડ મામલે કલેક્ટરે આપ્યા તપાસના આદેશ આ ઉપરાંત તંત્ર દ્વારા આ ઘટનાની ગંભીરતાથી નોંધ લેવાઇ છે. પરિણામે આ સમગ્ર ઘટના મામલે ગાંધીનગરથી પણ એક ટીમ હોસ્પિટલની તપાસ માટે રવાના થઇ છે.
આ પણ વાંચોઃ જી.જી. હોસ્પિટલ અગ્નિકાંડ: તમામ 9 દર્દીઓનું રેસ્ક્યૂ કરાયું, દર્દીના પરિજને કરી ETV Bharat સાથે વાત
- જી.જી.હોસ્પિટલના ICU વિભાગમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ICU વિભાગમાં સારવાર લઇ રહેલા નાના બાળકોથી લઈને વૃદ્ધ દર્દીઓને તાત્કાલિક બચાવવામાં આવ્યા હતા.