શહેરમાં કોસ્ટગાર્ડ દ્વારા ટોક ટુ ટેબલ કોન્ફરન્સ યોજાઈ હતી. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા રિજિયોનલ લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ "સ્વચ્છ સમુદ્ર" અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર કોસ્ટગાર્ડ દ્વારા 'સ્વચ્છ સમુદ્ર અભિયાન' અંતર્ગત ટોક ટુ ટેબલ સેમિનારનું આયોજન - પ્રદૂષણ
જામનગરઃ શહેરની એક હોટલમાં કોસ્ટગાર્ડની ટોક ટુ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા રિજિયોનલ લેવલ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ અંતર્ગત "સ્વચ્છ સમુદ્ર" સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
18 ડિસેમ્બરના રોજ વાડીનારમાં કોસ્ટગાર્ડ દ્વારા સ્વચ્છ સમુદ્ર માટે દરિયામાં મોકડ્રીલ યોજાશે. આ બે દિવસ ચાલનારા કાર્યક્રમમાં મંગળવારે ટોક ટૂ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામા આવ્યું હતું. હાલાર દરિયા કિનારે પેટ્રોલિયમ રિફાનરી આવેલી છે. રિફાનરીના કારણે દરિયામાં થતા પ્રદુષણને અટકાવવા માટે કોસ્ટગાર્ડ અને નેવી જુદી જુદી ટીમ બનાવી દરિયામાં મોકડ્રિલનું યોજશે કરશે.
દેશનું 70 ટકા ઓઈલનું પ્રોડક્શન જામનગરમાં આવેલી રિફાઇનરી મારફતે કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રિલાયન્સ અને એસ્સાર જેવી મોટી કંપનીઓ અહીં આવેલી છે. રિલાયન્સમાં મોટાભાગે ઓઈલનું પ્રોડક્શન કરવામાં આવે છે. આ રિફાઈનરીના કારણે દરિયાનાં પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. જેને અટકાવવા આ સેમિનાર યોજાયો હતો.