ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર શહેર મહિલા કોંગ્રેસે દુષ્કર્મ પીડિતા અને તેના પરિવારની મુલાકાત લીધી - The rape victim and her family were visited by the Jamnagar City Women Congress

દેશભરમાં હાથરસ ઘટનાને લઇને આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે જામનગરમાં પણ દુષ્કર્મની ઘટના બનતા ભારે ફિટકાર વરસી રહ્યો છે. જામનગર મહિલા કોંગ્રેસ દ્વારા પીડિતા અને તેના પરિવારજનોની મુલાકાત લેવામાં આવી હતી.

જામનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા દુષ્કર્મ પીડિતા અને પરિવારની લેવાઈ મુલાકાત
જામનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા દુષ્કર્મ પીડિતા અને પરિવારની લેવાઈ મુલાકાત

By

Published : Oct 5, 2020, 10:50 PM IST

જામનગર: શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજન ગજેરાની આગેવાનીમાં કોંગ્રેસની મહિલાઓ પીડિતા અને તેના પરિવારને મળી અને સાંત્વના પાઠવી હતી.

મહિલા કોંગ્રેસે વિરોધ કર્યો છે કે એક બાજુ બેટી બચાવો અને બેટી પઢાવોના નારા આપવામાં આવેલી આવી રહ્યા છે, તો બીજી બાજુ દુષ્કર્મની ઘટનાઓ પણ અવારનવાર બની રહી છે. અનેક બાલિકાઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે. ત્યારે રાજ્ય સરકાર મહિલાઓને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ ગઈ છે.

જામનગર શહેર મહિલા કોંગ્રેસે દુષ્કર્મ પીડિતા અને તેના પરિવારની મુલાકાત લીધી

સાથે સાથે મહિલા કોંગ્રેસે માંગણી કરી છે કે જામનગર દુષ્કર્મ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને તાત્કાલિક તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details