જામનગરઃ જામનગરના બ્રાસ ઉદ્યોગ ((Jamnagar Brass part industry ) ) માટે વાપરવામાં આવતા સ્ક્રેપનો મોટા ભાગનો જથ્થો(Raw material of Jamnagar brass industry) વિદેશ અને થોડા ઘણા અંશે યુક્રેનથી આવતો હોવાથી યુદ્ધને લઈને દરિયાઈ વ્યવહારને પ્રતિકૂળ અસરની સંભાવનાને પગલે ઈમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર માઠી અસરની દહેશત છે. બ્રાસ ઉદ્યોગનો 15 ટકા એક્સપોર્ટ યુધ્ધને (Direct impact of the Russia-Ukraine war)પગલે 5 ટકા થવાની શક્યતા ઉદ્યોગકારો વ્યક્ત કરે છે.
હજુ યુદ્ધ લાંબુ ચાલશે તો વિકટ પરિસ્થિતિ ઉભી થશે
રશિયા અને યુક્રેન વચ્ચે તણાવની સ્થિતિ બાદ ફાટી નીકળેલા યુદ્ધને (Direct impact of the Russia-Ukraine war)કારણે જામનગર બ્રાસ ઉદ્યોગને જબરો ફટકો પડવાના ભણકારા વાગી રહ્યા છે. જામનગર બ્રાસ ઉદ્યોગ માટે વાપરવામાં આવતા સ્ક્રેપનો મોટા ભાગનો જથ્થો વિદેશ અને થોડા ઘણા અંશે યુક્રેનથી આવે છે. યુદ્ધને લઈને દરિયાઈ વ્યવહારને અસર પહોંચે તેમ હોવાથી ઈમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર માઠી અસર પડવાની સંભાવના વચ્ચે જામનગર બ્રાસમાં ભાવ વધારાના ભણકારા વાગી રહ્યા છે.
તૈયાર માલનું ઈમ્પોર્ટ એક્સપોર્ટ બંધ
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે જામનગર બ્રાસ ઉદ્યોગને બમણી અસર (Direct impact of the Russia-Ukraine war)પડવાની શક્યતા વ્યક્ત કરતા જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલાએજણાવ્યું હતું કે રશિયા, યુક્રેન અમેરિકા સહિતના દેશોમાંથી જામનગરમાં બ્રાસ માટે વપરાતા 70 ટકા જેટલા સ્ક્રેપની આયાત કરવામાં આવી રહી છે. 15 ટકા જેટલું એકસપોર્ટ છે. ત્યારે જે દરિયાઇ માર્ગ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિથી પ્રભાવિત થતા હોવાથી જામનગર બ્રાસ ઉદ્યોગને જબરી પ્રતિકૂળ અસરની શકયતા વર્તાઈ રહી છે.