ગુજરાત

gujarat

જામનગરમાં 'હર્ષિદા ગરબી મંડળ' દ્વારા 30 હજાર જેટલી બાળાઓને જમણવાર કરાવ્યું

By

Published : Oct 11, 2019, 8:43 PM IST

જામનગર: શહેરમાં દર વર્ષે હર્ષિદા ગરબી મંડળ દ્વારા નવરાત્રીમાં રમેલી તમામ બાળાઓ માટે જમણવારનું આયોજન કરવામાં આવે છે. જામનગરમાં ખંભાળિયા ગેટ પાસે આવેલ વાડીમાં દર વર્ષે 30હજાર જેટલી બાળાઓને જમણવાર કરાવવામાં આવે છે. આ વર્ષે પણ હર્ષિદા ગરબી મંડળ દ્વારા આ પરંપરા ચાલુ રાખવામા આવી છે.

Jamnagar

નવ દિવસ માતાજીના ગરબા રમેલી બાળાઓ મોટી સંખ્યામાં હર્ષિદા ગરબી મંડળના જમણવારમાં ઉપસ્થિત રહે છે. છેલ્લા 44 વર્ષથી જામનગર શહેરમાં ગરબી મંડળ દ્વારા કુવારીકાઓને જમાડવામાં આવે છે. જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની કુલ 700 જેટલી ગરબી મંડળની બાળાઓ જમણવારમાં ઉપસ્થિત રહે છે.

જામનગરમાં 'હર્ષિદા ગરબી મંડળ' દ્વારા 30 હજાર જેટલી બાળાઓને જમણવાર કરાવ્યું

હર્ષિદા ગરબી મંડળ દ્વારા સૌપ્રથમ 11 બાળાઓને જમાડીને જમણવારની શરૂઆત કરવામાં આવી હતી. આજે 44 વર્ષે 30,000 જેટલી બાળાઓને જમાણવામાં આવી રહી છે. આ પ્રસંગે શહેરના વિવિધ સંતો મહંતો તેમજ હર્ષિતા ગરબી મંડળના 50 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details